અમદાવાદ: રાત્રે બર્થ-ડે પાર્ટી માટે ભેગા થયેલા યુવકોને પોલીસે રોડ પર સૂવડાવી ફટકાર્યાં
28, જુલાઈ 2020 396   |  

અમદાવાદ-

હાલ કોરોનાને કારણે અનલોક ૨.૦ ચાલી રહ્ય્šં છે. આ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી આખા રાજ્યમાં કફ્ર્યૂનો અમલ કરવાનો હોય છે. આ સમય દરમિયાન હાઇવે પર ચાલતા વાહનો અને ઇમરજન્સી સિવાયના વાહનોને પોલીસ પકડીને પૂછપરછ કરે છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જેમાં બે પોલીસકર્મી ૧૦ યુવકોને રોડ પર ઊંધા સૂવડાવીને ડંડાથી ફટકારી રહ્યા છે. જાેકે, આ વીડિયો કયાંનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં જાેઈ શકાય છે કે પોલીસકર્મીઓ બેરહમીપૂર્વક તમામ યુવકોને માર મારી રહ્યા છે. જ્યારે યુવકો મારને પગલે બૂમો પાડી રહ્યા છે. એક ક્ષણે એક પોલીસકર્મી એક યુવકને લાત પણ મારે છે. યુવકો ઊભા થવાનો પ્રયાસ કરે છે તો તેમને ફરીથી માર મારવામાં આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ યુવકો મોડી રાત્રે જન્મ દિવસની પાર્ટી કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસે તમામને પકડી પાડ્યા હતા. જે બાદમાં પોલીસે તમામ યુવકોને શબક શીખવવાનું નક્કી કર્યું હતું. કફ્ર્યૂ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ઇમરજન્સી સિવાય બહાર નીકળી શકાતું નથી. આ યુવકોએ કફ્ર્યૂનો ભંગ કર્યો હોવાથી પોલીસે તમામને ફટકાર્યા હતાં. આજકાલ જાહેર રસ્તાઓ પર જન્મ દિવસની ઉજવણી કરવાની ફેશન ચાલી રહી છે. રાજ્યના વિવિધ શહેરમાં મોડી રાત્રે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો અનેક બનાવો સામે આવતા રહે છે. અનેક કેસમાં પોલીસે આવા કેસમાં લાૅકડાઉન ભંગની કે જાહેરનામું ભંગની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં આવા બનાવો સામે આવ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution