અમદાવાદ એસવીપીઆઈ એરપોર્ટે વધુ એક માઈલ્સટોન હાંસલ કર્યો

અમદાવાદ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એસવીપીઆઈ ચાલુ નાણાકીય વર્ષમાં ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં ૧૦ મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં ૫૦-દિવસ વહેલા મળી છે. અગાઉ ૨૯ માર્ચ, ૨૦૨૩ના રોજ ૧૦ મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો. અમદાવાદ એરપોર્ટે મહત્વપૂર્ણ માઈલ્સટોન હનસલ કર્યો છે જેમાં અમદાવાદમાં મુસાફરોની આ નોંધપાત્ર વૃદ્ધિ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જીફઁૈં એરપોર્ટ હવે સરેરાશ ૨૪૦ થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા ૩૨,૦૦૦ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી૨૦, યુ૨૦ અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્‌સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રેકોર્ડ પેસેન્જર સંખ્યામાં ફાળો આપે છે. ૨૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ એરપોર્ટે ૪૨૨૨૪ મુસાફરોને સેવા આપી હતી જ્યારે ૧૯ નવેમ્બરના રોજ ૪૦,૮૦૧ મુસાફરો અને ૧૮ નવેમ્બરના રોજ ૩૮,૭૨૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. ૧૯ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ૩૫૯ ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી. પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં એસવીપીઆઈ એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં ૯,૦૦૦ ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં ૧૦,૦૦૦ ચોરસ મીટરનો વધારો થયો છે, જેમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્‌સનો સમાવેશ થાય છે.

તાજેતરમાં કરાયેલા વિકાસ કાર્યો

નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર • આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા • ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ફાસ્ટેગ પ્રવેશ અને નિકાસ • ઈ-ગેટની સ્થાપના, સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા અને ડિજી યાત્રા પ્રવેશ • વિસ્તૃત સુરક્ષા હોલ્ડ એરિયા અને બસ બોર્ડિંગ ગેટ • ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા • બહુવિધ લેન સાથે ઉન્નત પિકઅપ અને ડ્રોપ-ઓફ પોઈન્ટ • સમર્પિત પરિવહન બુકિંગ ઝોન • લેન્ડસાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્‌સહાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ૪૨ સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને ૧૫ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને ૧૮ એરલાઈન્સ સાથે જાેડે છે. જે પ્રવાસીઓને અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution