અમદાવાદ-

ગત 21 ફેબ્રુઆરીએ યોજાયેલી રાજ્યના ૬ મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે, જેમાં તમામ મહાનગરોમાં ભાજપનો ભગવો લહેરાય રહ્યો છે. આ જ રીતે અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં મોટા ભાગના વોર્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને ત્યાં ભાજપનો ભગવો લહેરાવાનો છે, પરંતુ બીજી તરફ અમદાવાદ દરિયાપુર વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે અને કોંગ્રેસની બહુમત સાથે જીત થઇ છે.

આ સમયે દરિયાપૂરમાં થયેલી ભાજપની હારને કારણે કાર્યકરોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે, અને એમાં પણ પરાજય થતા જ મહિલા કાર્યકર રડી પડ્યા હતા. મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલા કાર્યકર ભાવુક થઈ ગયા હતા. 25 વર્ષની મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલાની આંખો ભીંજાઈ ગઈ હતી. આપને જણાવી દઇએ, અમદાવાદ મનપામાં મોટા ભાગના વોર્ડમાં ભાજપે બાજી મારી છે, પરંતુ કોંગ્રેસે બે બેઠક દાણી લીમડા અને દરિયાપુરમાં જીત હાંસલ કરી છે.