અમદાવાદ: AMC માં કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને AIMIM પાર્ટીનું કાર્યાલય બનાવાશે
25, ફેબ્રુઆરી 2021 495   |  

અમદાવાદ-

ગુજરાતમાં મહાનગરપાલિકામાં ભલે ઓછી સીટ આવી હોય પણ અસુદ્દીન ઔવેસી ની પાર્ટી 7 સીટની જીતને ઓછી આંકી શકાય તેમ નથી. અમદાવાદમાં AIMIM પાર્ટીને 7 બેઠક મળવી, એટલે લધુમતી મતદારોનું વલણ બદલાયા તરફ સ્પષ્ટ ઈશારો છે. અમદામાં માત્ર એક સભા કરીને AIMIM એ 7 બેઠક કબજે કરી છે. ત્યારે હવે આ વચ્ચે કોર્પોરેશન ઓફિસ ખાતે AIMIM નું કાર્યાલય બની રહ્યું છે. ચૂંટણીમાં AIMIM ના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલય નાનું કરી AIMIM નું કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અસુદ્દીન ઔવેસી હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે અમદાવાદમાં AIMIM ના જીતેલા ઉમેદવાર સાથે મીટિંગ કરી હતી. તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા. AIMIM ઈફેક્ટ હવે સ્પષ્ટપણે ગુજરાતમાં દેખાઈ રહી છે. AIMIM પાર્ટીએ અમદાવાદમાં ચૂંટણી (local election) નું ગણિત બદલી નાંખ્યું છે. આમ આદમી પાર્ટીને અમદાવાદમાં કોઈ સીટ ન મળી, પણ સામે AIMIM ને 7 સીટ મળી છે. જે કોંગ્રેસ તથા ભાજપ માટે ચેલેન્જિંગ બાબત છે. લઘુમતી વોટ બેંક અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસે હતી, પરંતુ મ્યુનિ.ની ચૂંટણીમાં તેમણે ઓવૈસીનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જોવા મળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution