લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ફેબ્રુઆરી 2026 |
3960
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અને મેન પાવર અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અમદાવાદ શહેરમાં ૬૫૦ ટ્રાફિક બ્રિગેડ જવાનોની ભરતી ૪ જાન્યુઆરીએ પૂર્ણ કરાઈ છે. જેઓને ગોમતીપુર પોલીસ ઓફિસે ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમાંથી ૪૪૪ અપોઇન્ટ થઈ ચૂક્યા છે અને બાકીના ટ્રેનિંગમાં છે. તેઓ બોડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક જંક્શન તેમજ મહત્વના સ્થળોએ ટ્રાફિક હેન્ડલ કરશે. આ વ્યવસ્થા અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કામચલાઉ ધોરણે કરાઈ છે. કોર્ટે કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસમાં સંખ્યાબળ વધારવાની જરૂરી છે, આ તો કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેટલા વર્ષથી ટ્રાફિક વિભાગમાં નવી પોસ્ટ ઊભી કરાઈ નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક વિભાગમાં નવી ૪૦૦ પોસ્ટ સેંક્શન કરાઈ છે. કોર્ટે કહ્યું હતું કે, ઓથોરિટીએ આગામી ૫ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જાેઈએ. શહેરના એક એક વિસ્તારમાં ટ્રાફિકના જવાનો વધુ હોય છે, જ્યારે અમુક જગ્યાએ હોતા જ નથી. સરકારી વકીલે કહ્યું હતું કે, શહેરની આગામી સમયની જરૂરિયાતોને પહોંચી વળવા કેટલો મેનપાવર જાેઈશે, તેના ગ્રાઉન્ડ ઉપરના અભ્યાસ માટે એક્સપર્ટ બીડ મંગાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ બીડ મળી છે. ગુજરાતની ત્રણ મોટી યુનિવર્સિટી સાથે વાત થઇ છે, પરંતુ ભવિષ્યના મેન પાવર માટે રિસર્ચની એક્સપર્ટાઈઝની ફિલ્ડ ત્યાં નથી. કોર્ટે કહ્યું હતું કે રિસર્ચ એન્ડ પ્લાનિંગ માટે છૈં મદદરૂપ થઈ શકે છે. સરકારી વકીલે હળવી શૈલીમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં આવતી ૧૦ અરજીમાંથી ૧ અરજી છૈંથી બનેલી આવે છે. આ અંગે આગામી સુનવણી ૧૦ એપ્રિલે યોજાશે. જેમાં સરકાર ભવિષ્યના મેન પાવરની જરૂરિયાત અંગે જવાબ રજૂ કરશે.