એઆઈ કોમ્પિટિબલ સેલફોનઃ એક નવો યુગ

લેખકઃ સિદ્ધાર્થ મણિયાર


આજનો યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ છે. દરેક વ્યક્તિ ખાસ કરીને યુવાનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધ્યો છે. જેને ધ્યાને રાખી વિશ્વના બિગ જાયન્ટ સેલફોન મેન્યુફેક્ચરર હવે, સેલફોનમાં જ એઆઈ સુવિધા આપવા લાગ્યા છે. તો ગુગલ અને વોટ્‌સએપ જેવા સોફ્ટવેર પર હવે, ચેટ જીપીટી જેવી સુવિધાઓ આપી રહ્યા છે. જેની પાછળનું કારણ એ છે કે,માર્કેટમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે, નવી ટેક્નોલોજીનો સહારો લેવાની જરૂર પડી રહી છે.

બિગ જાયન્ટ સેલફોન મેન્યુફેક્ચરર દ્વારા મોબાઈલ ફોનમાં એઆઈના ઉપયોગ માટે એક અદ્યતન ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના થકી મોબાઈલ ફોનમાં રહેલી એઆઈ એપ્લિકેશન ક્લાઉડને બદલે ફોનમાં જ ચાલશે. તાજેતરમાં બાર્સેલોનામાં યોજાયેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં સેમસંગ સહિતના બિગ પ્લેયર્સ દ્વારા તેમના ફોન એઆઈ કોમ્પિટિબલ બનાવવાની વાત કરી હતી.

સૌથી પહેલા એઆઈના ઉપયોગથી માહિતી આપતી એપ્લિકેશન ઓપન એઆઈ દ્વારા ૨૦૨૨માં ચેટ જીપીટી લોન્ચ કરાઈ હતી. જેના વધતા યુઝર્સના કારણે સેલફોન કંપનીની નજર હવે, ફોનને જ એઆઈ કોમ્પિટિબલ બનાવવા તરફ છે. બિગ પ્લેયર્સ દ્વારા ફોનને એઆઈ કોમ્પિટિબલ બનાવવા તરફ પ્રયાણ કરાયું છે, જેનાથી કંપનીના ટર્ન ઓવરમાં વધારો થશે તેવી આશા દેખાઈ રહી છે. હાલના સમયમાં એઆઈ એક ટેક્નોલોજી કરતા પણ બઝવર્ડ તરીકે વધારે કામ કરી રહી છે.


એઆઈ ફોનમાં ખાસ ચિપસેટ ઇન્સ્ટોલ કરાઈ છે

એઆઈ કોમ્પિટિબલ ફોન હવે, માર્કેટમાં આવી ગયા છે. ત્યારે એઆઈ ફોન શું છે તેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. પરંતુ કંપની દ્વારા તેમના સેલફોનને એઆઈ કોમ્પિટિબલ બનાવવા માટે ખાસ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનું ઉત્પાદન ક્યુઅલકોમ અને મીડિયાટેક જેવી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે એઆઈ એપ્લિકેશન માટે જરૂરી પ્રોસેસિંગ પાવર જનરેટ કરે છે.


સ્માર્ટ ફોન માટે એઆઈ નવી વાત નથી

એમ તો સ્માર્ટ ફોનમાં એઆઈ કોઈ નવી વાત નથી. સ્માર્ટ ફોનમાં એઆઈના કેટલાક ફિચરનો ઉપયોગ વર્ષોથી થઇ જ રહ્યો છે. સ્માર્ટફોનના કેમેરા સાથે આપવામાં આવતા બેકગ્રાઉન્ડ બ્લર ઇફેક્ટ્‌સ તેનું જ એક ઉદાહરણ છે. એઆઈ કોમ્પિટિબલ ફોનમાં નવા ફીચરમાં એઆઈનો ઉપયોગ કરવા માટે વધારે ભાષા સાથેનું જાેડાણ નવી વાત છે. જે ફોનને વધારે મોટા પ્રમાણમાં ડેટાને સર્ચ કરવાની તક આપી છે. એટલું જ નહીં, જેના થકી યુઝર્સ ચેટબૉટ્‌સ જેવી એપ્લિકેશનને અન્ડરપિન કરી તેની નવી સુવિધાઓને અનલૉક કરે છે. જેમાં યુઝર્સને પ્રોમ્પ્ટમાંથી ફોટોઝ અથવા ટેક્સ્ટ જનરેટ કરવાની તક મળે છે.

એઆઈ ફોન માત્ર ચેટબોટ નહીં પરંતુ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે. જે કવિતા અને લેખ પણ લખી શકે છે. એટલું જ નહીં મિનિટ્‌સ ઓફ મિટિંગ પણ બનાવી આપે છે.


અન્ય એક શબ્દ ઓન-ડિવાઇસ એઆઈ શું છે ?

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં એઆઈ ફોનની સાથે સાથે અન્ય એક શબ્દ પણ વધારે ચર્ચામાં રહ્યો હતો, જે છે ઓન ડિવાઇસ એઆઈ. અત્યાર સુધી સેલફોનમાં કામ કરતી એઆઈ એપ્લિકેશન ક્લાઉડ આધારિત હતી. પરંતુ હવે, એઆઈ કોમ્પિટિબલ ફોનમાં ચિપસેટ ઇન્સ્ટોલ થતા જ તમામ એપ્લિકેશન ડિવાઇસ પરથી જ ઓપરેટ થાય છે. જેથી બિગ લેંગ્વેજ મોડેલને યુઝર્સની જરૂરિયાત પ્રમાણે નાના બનાવવાની ક્ષમતા ડેટા સેન્ટરની જગ્યાએ હવે, સેલફોનમાં જ આવી ગઈ છે. વિશ્લેષક બેન વુડે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં થયેલી અનેક ચર્ચાઓમાંની એક એઆઈ મોડલ્સની ક્ષમતા હતી. જે ચર્ચા અનુસાર સેલફોન જાતે જ એઆઈ ઓપરેટીવ બનશે જે ભવિષ્યમાં એક મોટું ગેમ ચેન્જર બનશે.


ઓન ડિવાઇસ એઆઈથી સુરક્ષા વધે છે

સેલફોન ઇન્ડસ્ટ્રીના બિગ પ્લેયર્સનું માનવું છે કે, ઓન-ડિવાઈસ એઆઈ ડિવાઇસની સુરક્ષામાં સુધારો કરે છે. એઆઈ ફીચર અનેબલ્ડ સેલફોન નવી એપ્લિકેશનને અનલોક કરે છે અને તેને ઝડપી બનાવે છે. જેની પાછળનું કારણ એ છે કે, તે ક્લાઉડ પર નહીં પરંતુ સેલફોનથી જ કામ કરે છે. સેલફોન ઉત્પાદકો ફોનને જ એટલા સક્ષમ બનાવવા માંગે છે કે, યુઝર્સની જરૂરિયાત જાણી તે હવે, શું કરવા ઈચ્છે છે તે ખુબ જ ઓછા સમયમાં ફોનમાં રહેલું એઆઈ જાણી શકે અને યુઝર્સને મદદરૂપ થઇ શકે,


શું એઆઈ ફોન વાસ્તવિકતા છે?

એઆઈ ફોન વાસ્તવિકતા બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી એઆઈનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ તેના લાર્જ લેંગ્વેજ મોડેલ સાથે ઓન ડિવાઇસ એઆઈના નવા યુગની હજી શરૂઆત જ થઇ છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં સેલફોન ઉત્પાદકો દ્વારા અનેક એઆઈ સુવિધાઓ પર વાત કરવામાં આવી છે. જે પાકી કેટલીક એવી સુવિધાઓ છે જે યુઝર્સ સુધી પહોંચી પણ ગઈ છે, તો કેટલીક હજી સંશોધનના સ્ટેજ પર છે. જાેકે, એઆઈ કોમ્પિટિબલ સેલફોનમાં પણ કેટલાક ફીચર ઓન ડિવાઇસ નહીં ક્લાઉડ ઓપરેટેડ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution