પાટનગરના હેલ્થ સેન્ટરમાં એઆઈ ટેકનોલોજી આધારિત આધુનિક આરોગ્ય સેવાઓનો પ્રારંભ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026  |   1980

 ૧ મે, ૨૦૨૬ના રોજ સેક્ટર-૩ ખાતે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધુનિક એઆઈ ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવાઓની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સ્થાપના દિવસના અવસરે આ નવીન સેવા શહેરના નાગરિકોને સમર્પિત કરવામાં આવી છે.આ નવી સુવિધાનું ઉદ્ઘાટન મહાનગરપાલિકાની મેયર મીરાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય (ઉત્તર), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, આરોગ્ય સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન, સ્થાનિક કાઉન્સિલર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 એઆઈ ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવાઓની ખાસિયત એ છે કે દર્દીના શરીરને સ્પર્શ કર્યા વિના અથવા ખૂબ જ ઓછા હસ્તક્ષેપથી મહત્વપૂર્ણ આરોગ્ય રિપોર્ટ્સ ઝડપથી મેળવી શકાય છે. આમાં બ્લડ પ્રેશર, સુગરનું પ્રમાણ, હિમોગ્લોબિન, ઓક્સિજન લેવલ, હૃદયની સ્થિતિ, ફેફસાની કાર્યક્ષમતા અને શરીરમાં ફેટનું પ્રમાણ જેવી માહિતીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, સેન્ટરમાં ફેસ રીડિંગ સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે, જે ચહેરાના હાવભાવ પરથી વ્યક્તિના માનસિક તણાવનું વિશ્લેષણ કરી શકે છે. આથી નાગરિકોને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી શકશે.મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે સ્થાપના દિને ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સુવિધાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ જ સાચા અર્થમાં શહેરનો વિકાસ છે. છૈં આધારિત આરોગ્ય સેવા શરૂ થવાથી ગાંધીનગરના નાગરિકોને ઝડપી અને સચોટ નિદાન તથા યોગ્ય સારવાર મળી રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution