AIMIM સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોલશે ખાતું ? આ પાર્ટીને પડી શકે છે તકલીફ
23, ફેબ્રુઆરી 2021 495   |  

અમદાવાદ-

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું અને વડોદરામાં 47.99 ટકા મતદાન થયું છે. જો કે, છેલ્લી ઘડીએ મતદાન વધારવા માટે રાજકીય પક્ષોમાં ભારે ભાગદોડ જોવા મળી હતી અને લોકોને મત આપવા માટેની અપીલો કરવામાં આવી રહી હતી. આમ છતાંય ઘણા મતદારો મત આપવા માટે જવાનું ટાળ્યું હતું. સવારની લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. આ સાથે સ્ટેટ આઈબીના સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે AIMIM પોતાનું ખાતુ ખોલશે. કેમ કે, તમામ મુસ્લિમોમાં ગતરોજ AIMIMને વોટ આપવા માટે સારો એવો ક્રેઝ જોવા મળ્યો હતો. કોંગ્રેસમાં અને આપના વોટ ડાયવર્ટ થયા એટલે હવે અમદાવાદમાં ભાજપ સત્તા બનાવશે, પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. AIMIM પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે, કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે. બીજી તરફ રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપની ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે. જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી. વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે. જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે. સુરતમાં સૌરાષ્ટ્ર ફેક્ટરે કામ કર્યું છે. જેની અસર ઉમેદવારને સીધી મતદાન પર થઇ છે. ‘આપ’ અને કોંગ્રેસનું સ્થિતિમાં સુધારો થશે. સુરતમાં ભાજપની પેનલ તૂટી શકે છે.

સ્ટેટ IBના સિનિયર અધિકારી સાથે ઇટીવી ભારતના પ્રતિનિધિની ઓપચારી વાતચીત દરમિયાન જણાવવા મળ્યું કે, AIMIM પોતાનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાતું ખોલી શકે છે. અમદાવાદ મનપામાં કોંગ્રેસને ખાસ કોઈ ફેર નહિ પડે જ્યારે ભાજપને બેઠકોની લઈ તકલીફ પડી શકે છે. જેનું કારણ મતદાન ઓછું થવાનું સૌથી મોટું પાસું ગણવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution