મુંબઇ
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'લક્ષ્મી'નું સોન્ગ 'બમ ભોલે' લોકોને ગમી રહ્યું છે. અક્ષય ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવી રહ્યા છે અને ટ્રેલરમાં તેના ઘણા વખાણ પણ થયા છે. આ સોન્ગની ખાસ વાત એ છે કે અક્ષયે 100 કિન્નરો સાથે ડાન્સ કર્યો છે. આ સોન્ગને ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યો છે.
ફિલ્મનું પહેલું સોન્ગ 'બુર્જ ખલીફા' પણ લોકોને ગમ્યું છે. તેમાં તે એક્ટ્રેસ કિઆરા અડવાણી સાથે દેખાયો છે.
કિન્નર અખાડા મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી શરૂઆતથી જ ફિલ્મને લઈને પોઝિટિવ સાઈન આપી રહ્યા છે. અક્ષયે કપિલના શોમાં પણ લક્ષ્મી સાથે જઈને પ્રમોશન કર્યું હતું. આટલું જ નહીં લક્ષ્મીનારાયણ અક્ષયની ફિલ્મનું માર્કેટિંગ પણ કરી રહી છે. હવે તે જોવાનું રહેશે કે દિવાળી પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરે છે.
ફિલ્મનું ટ્રેલર અને પહેલું સોન્ગ ઘણું અગાઉથી રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર બંનેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મ 9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. 2020માં રિલીઝ થનારી આ અક્ષય કુમારની પહેલી ફિલ્મ છે.