મુંબઈઃ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ હજુ પૂરુ થયું નથી અને આ ફિલ્મ કાયદાકીય વિવાદમાં ફસાય છે. આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ગંગૂબાઈ કાઠિવાયાડીના પુત્ર બાબૂજી રાવજી શાહે કર્યો છે. બાબૂજીએ આ કેસ સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ, ભણસાલી પ્રોડક્શન, લેખક હુસૈન જેદી અને રિપોર્ટર જેન બોર્ગિસના નામ પર કર્યો છે. ગંગૂબાઈના પુત્ર બાબૂજી રાવજીએ ભણસાલી પાસે શૂટિંગ રોકવાની માંગ કરી છે.  

મહત્વનું છે કે ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીની વાર્તા 'ધ માફિયા ક્વીન ઓફ મુંબઈ' પર આધારિત છે. આ પુસ્તક લેખત હુસૈન જેદીએ લખી છે અને તેમાં જેન બોર્ગિસના ઓરિજનલ રિસર્ચના આધાર પર વાતો લખવામાં આવી છે. માહિતી પ્રમાણે ગંગૂબાઈના પુત્ર બાબૂજીએ આ પુસ્તકને માનહાનિકારક ગણાવી છે. તેમણે પેજ 50થી 69 સુધીના ભાગને ખોટો ગણાવ્યો છે.  

બાબૂજીની પિટીશન અનુસાર આ પુસ્તક તેમના અંગત મામલામાં હસ્તક્ષેપ કરે છે. બાબૂજીએ 20 ડિસેમ્બરે બોમ્બે સિવિલ કોર્ટમાં આ કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે પુસ્તકના કેટલાક ચેપ્ટરને હટાવવાની અને ભણસાલીના ફિલ્મની શૂટિંગ રોકવાની માંગ કરી છે. સાથે તેમણે પુસ્તકની પ્રિન્ટિંગ અને વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. 22 ડિસેમ્બરે કોર્ટે આ મામલામાં સુનાવણી કરી અને બોમ્બે સિવિલ કોર્ટે 7 જાન્યુઆરી સુધીના સમયમાં ભણસાલીને જવાબ દાખલ કરવાનું કહ્યું છે.  

ગંગૂબાઈનો પરિવાર પરેશાન 

બાબૂજી રાવજી શાહના વકીલ નરેન્દ્ર દુબેએ એક મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને અન્ય વિરુદ્ધ માનહાનિ, મહિલાની ખોટી રજૂઆત અને અન્ય મામલામાં કેસ દાખલ કરી શકીએ. દુબેએ જણાવ્યુ, જ્યારથી ફિલ્મનો પ્રોમો સામે આવ્યો છે, ગંગૂબાઈના પરિવારને લઈને અફવાઓ ઉડવી શરૂ થઈ ગઈ છે અને બાબૂજી રાવજીને પરેશાન કરવામાં આવ્યા છે. તેમનો પગ તોડવામાં આવ્યો. તેમના સંબંધિઓને પણ હેરાન કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે લૉકડાઉન બાદ સંજય લીલા ભણસાલી અને ફિલ્મ ગંગૂબાઈના નિર્માતાઓએ તેનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મની શૂટિંગનું નાઇટ શેડ્યૂલ પૂરુ કરી લેવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ આગળ બનશે કે તેનું શું થશે, આ વાતની જાણકારી તો આવનારા સમયમાં જ મળશે.