વડોદરા, તા.૯
વડોદરા શહેર ભાજપા સંગઠનની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરીને સિનિયરોની અવગણના થતી હોવાનું પૂર્વ મંત્રી અને સિનિયર આગેવાન જિતેન્દ્ર સુખડિયાએ કહ્યું હતું. ત્યારે આજરોજ વડોદરા આવેલા પ્રદેશ ભાજપાના ઉપ પ્રમુખ અને મધ્ય ગુજરાત ભાજપાના પ્રભારી ગોરધન ઝડફિયા ડેમેજ કંટ્રોલ કરવા જિતેન્દ્ર સુખડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બેઠકમાં સુખડિયાએ વડોદરા સંગઠનમાં બધુ બરાબર નથી સારી રીતે કામ ચાલે એ રીતે કંઈક કરો તેમ કહ્યું હતંુ.
વડોદરા ભાજપામાં જુથબંધી દિવસે દિવસે વધુ વકરી રહી છે.ત્યારે ગઈકાલેજ પૂર્વ મંત્રી અને ભાજપાના સિનિયર નેતા જિતેન્દ્ર સુખડિયાએ સંગઠનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી, કાર્યક્રમોની જાણ કરાતી નથી અને સંગઠનની કાર્યપદ્ધતિને લઈને પણ સ્પષ્ટ મત વ્યક્ત કરીને નારાજગી હોવાનું કહીને તેની જાણ પણ પ્રદેશમાં કરી હોવાનું કહ્યું હતું.ત્યારે લોકસભાની ચૂંટણી ટાંણેજ પૂર્વ મંત્રીએ સંગઠનની કાર્યપદ્ધતી સામે પ્રશ્નો ઉભા કરતા ભાજપામાં દોડધામ મચી ગઈ હતી. જાેકે, આજે વડોદરામાં પ્રદેશ ભાજપા પ્રમુખની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યંુ હતું. તે પૂર્વે સવારેજ પ્રદેશ ભાજપાના ઉપ પ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરા આવ્યા હતા. ડેમેજ કંટ્રોલ માટે જિતેન્દ્ર સુખડિયાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બંધ બારણે બંને અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જાેકે, જિતેન્દ્ર સુખડિયાએ આ અંગે કહ્યું હતું કે, ગોરધન ઝડફિયા જૂના મિત્ર છે. જ્યારે વડોદરા આવે ત્યારે મુલાકાત થાય છે. વડોદરાના રાજકીય વિષય પર અલગથી વાત કરીશું, પરંતુ વડોદરામાં સંગઠનમાં બધુ બરાબર નથી. સારી રીતે કામ ચાલે એ રીતે કંઈક કરો તેનુ ધ્યાન દોર્યુ હોવાનું કહ્યું હતું. જ્યારે ગોરધન ઝડફિયાને આ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે,જૂના મિત્ર છે તેથી માત્ર શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હોવાનું કહ્યું હતંુ.
Loading ...