કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી છે તો  પુર, આગ અથવા ચોરીના કારણે થતી બધા નુકસાનમાં ક્લેમ કરી શકાય


નવીદિલ્હી,તા.૧

મોનસૂન આવવાની સાથે દેશભરના ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર રાજધાની દિલ્હી અને ઉત્તરાખંડના અમુક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે ભારે વરસદાના બાદ ઘણી કાર પાણીમાં તરી રહી છે. એવામાં એક સવાલ થઈ રહ્યો છે કે શું વરસાદ પુર જેવી કુદરતી આફતોમાં કાર ડૂબવા કે ખરાબ થવા પર ઈન્શ્યોરન્સ કંપની પાસેથી ઈન્શ્યોરન્સ મળે છે?

મોનસૂનની સાથે જ દેશના ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે. વધારે વરસાદ થવાના કારણે ઘણા વિસ્તાર પાણીમાં ડૂબેલા છે. ત્યાં જ પહાડી વિસ્તારોમાં પણ ઘણી વખત વરસાદ આવવાના કારણે ગાડીઓ ડૂબી જાય છે. આટલું જ નહીં ઘણી વખત અંડરગ્રાઉન્ડ/બેસમેન્ટ પાર્કિંગ સુધી પણ પાણી ઘુસી જાય છે. જેનાથી ગાડીઓ ડૂબી જાય છે. એવી સ્થિતિમાં ગાડી માલિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત વરસાદ રિપેરિંગમાં લાખોનું બીલ આવી જાય છે. એવામાં સવાલ છે કે શું ઈન્શ્યોરન્સ પુર કે વરસાદથી થતા નુકસાનને કવર કરે છે?

જણાવી દઈએ કે કાર ઈન્શ્યોરન્સ પણ ઘણા પ્રકારના હોય છે. જાે કોઈ શખ્સે કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી છે. તો તે વ્યક્તિ પુરના નુકસાનનું ક્લેમ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર જાે તમે કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી છે તો તમે પુર, આગ અથવા ચોરીના કારણે થતી બધા નુકસાનમાં ક્લેમ કરી શકો છો. કારણ કે કોમ્પ્રિહેંસિવ પોલિસી પુર અથવા પાણીથી થતુ દરેક પ્રકારનું નુકસાન કવર કરે છે.

એક્સપર્ટ્‌સ અનુસાર ઈન્શ્યોરન્સ લેતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જાેઈએ. તમે દેશના જે શહેરોમાં રહો છો ત્યાં જાે વરસાદના બાદ પુર જેવી સ્થિતિ હોય તો તમને કોંપ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લેવી જાેઈએ.ત્યાં જ સ્ટાન્ડર્ડ કોંપ્રિહેંસિવ પોલિસીની સાથે સાથે ઝીરો ડેપ્રિશિએશન અને એન્જિન પ્રોટેક્શન કવર જેવી એડ-ઓન કવર લેવું જાેઈએ. કારણ કે સ્ટેંડઅલોન પોલિસીમાં પાણીના કારણે એન્જિનને થતા નુકસાન કવર નથી થઈ શકતા પરંતુ જાે તમે પોતાના ઈન્જિનની ખરાબી માટે એડ-ઓન કવર લો છો તો કંપનીમાં આખો ક્લેમ કરી શકો છો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution