વડોદરા-

સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે બરોડા ડેરીમાં ચાલતા અણધડ વહીવટની સરકારને જાણ કરી છે. મહત્વનું છે કે બરોડા ડેરી ભાજપ શાસિત લોકો ચલાવી રહ્યા છે ત્યારે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ તેમજ સભાસદોના શોષણનો મોટો આરોપ કરી રહ્યા છે. ઈનામદારનું કહેવું છે કે દાણના કાચા માલની ખરીદી મળતિયા એન્જસીઓ દ્વારા કરવામાં આવી રહી છે, કાચા માલમાં ભેળસેળ, તેમજ દૂધ ઉત્પાદકોની રકમ પર જમાખોરી કરવાનો આરોપ કર્યો છે, મહત્વનું છે કે અગાઉ મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના શાસકો પર આક્ષેપ કર્યા હતા. ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરમાં ચાલતા વહીવટને લઈ મોટા આરોપ કરી રહ્યા છે. ધારાસભ્ય ઇનામદારનો સહકાર મંત્રી ઇશ્વર પટેલને સ્ફોટક પત્ર લખી બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભાંડો ખુદ ભાજપના સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદારે ફોડ્યો હતો જે બાદ આજે બરોડા ડેરીના ચેરમેન દિનુ પટેલે ઈનામદાર પર ગંભીર આરોપ કરતાં કહ્યું છે કે કુલદીપસિંહ રાઉલજી અને ઇનામદાર વચ્ચે વિવાદ છે, 60 કરોડની રકમ પશુપાલકોને ભાવફેર કરીને અપાય છે અને જો ઇનામદારને સહકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડિટ કરે અમે તૈયાર છીએ. ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવેલા તમામ આરોપોને ફગાવતા કહ્યું કે ધારાસભ્ય ઇનામદારને મારી ચેલેન્જ છે બરોડા ડેરીમાં ગુજરાતની SIT, ED અને CBIની તપાસ કરાવી લો, દૂધ ઉત્પાદકોને પગાર 7, 17 અને 27 તારીખે થાય છે ત્યારે 60 કરોડની રકમ પશુપાલકોને ભાવફેર કરીને અપાય છે. વધુમાં જવાબ આપતા કહ્યું કે 1 રૂપિયાની લોન વિના ડેરી ચલાવી છે, ધારાસભ્ય મારા સાહેબ કે અધિકારી નથી કે ધારાસભ્ય ઇનામદાર બોલે એટલે ભગવાન બોલે એવુ નથી પણ જો ઇનામદારને સહકારી વિભાગનું નોલેજ હોય તો વિભાગ ઓડિટ કરે આ સિવાય બરોડા ડેરીના ચેરમેનના દિનુ પટેલના પણ ઈનામદાર પર ગંભીર આક્ષેપ કરવાં આવ્યા છે. આ મામલે ડે.સીએમને સવાલ પૂછતાં નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યની ડેરીઓમાં ઓડિટ થાય છે. ડેરીઓના સંચાલનની વ્યવસ્થા માટે દેશમાં સૌથી મોટું અને સુવ્યવસ્થિત સહકાર ક્ષેત્ર ગુજરાતમાં છે. આવામાં જો કોઈને એવું લાગતુ હોય છે કે ગેરરીતિ થઈ રહી છે તો તેઓ તપાસ કરાવી શકે છે. હવે તો સહકાર વિભાગ પણ છે અને જો સહકાર ક્ષેત્રમાં કોઈ ખોટું થતું હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.