વડતાલ સ્વામીનારાયણ મંદિરના પૂર્વ કોઠારી પર શિષ્યએ લગાવ્યા સાત વર્ષમાં અગણિતવાર દુષ્કર્મના આક્ષેપ
29, જુલાઈ 2020

અમદાવાદ-

વડતાલ સ્વામીનારાયણ મંદિર ફરીથી ચર્ચામાં આવ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ શિષ્યએ સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હોવાનો ૪૫ મીનીટનો લાંબો વીડિયો વાયરલ કર્યો છે. કંડારી ગુરુકુળની યુટયુબ ચેનલમાં અપલોડ થયેલો આ વીડિયો લાખો હરિભક્તોમાં થોડા જ સમયમાં વાયરલ થયો છે. ગતિ મહિને આ સ્વામીની ૩૨ પાનની ફરિયાદને આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હરિભક્તોએ આપેલી અરજી કોઇપણ તપાસ વગર પેન્ડીંગ રહી છે. વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય વેદાંતવલ્લભ સ્વામીએ છેલ્લા સાત વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાના આક્ષેપો કર્યા છે. આ સ્વામી ઉપર ઘનશ્યામશાસ્ત્રી બળજબરીપૂર્વક અનેકવાર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા. ૪૫ મિનિટનાં લાંબા વીડિયોમાં તેણે પૂર્વ કોઠારી પર અનેક આક્ષેપો લગાવ્યાં છે. શિષ્યએ વીડિયોમાં ગુરુ ઘનશ્યામશાસ્ત્રી કેવી રીતે સેક્સ માણતા હતા તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સલીલા માણી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પહેલા શિષ્ય વેદાંતવલ્લભ સ્વામીએ ગત મહિનાના અંતમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અગ્રણી સંતોને સંબોધીને ૩૨ પાનનો એક વિવાદાસ્પદ પત્ર લખ્યો હતો. જેમાં ૨૦૧૩ના નવેમ્બરથી વિવિધ સ્થળોએ વેદાંતવલ્લભનું સેક્સ શોષણ કરવામાં આવ્યું હોવાની અરેરાટી ઉપજે તેવી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી પરંતુ તે પણ તપાસ કર્યા વગર જ પેન્ડિંગ છે. વીડિયો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્વામીએ શિષ્ય પર કંડારી, નાવલી, કુંડળ, ધાંગધ્રા, સુરત, જેતપુર, ભૂજ, જૂનાગઢ, ઋષિકેશ, હરદ્વાર, માનસરોવર, લોયા, વડતાલ જેવા પવિત્ર યાત્રાધામોમાં દુષ્કર્મ આચર્યું છે.

આ સાથે પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ,પૂનમ અને ઉત્સવોની રાત્રે પણ શોષણ થયું છે. સુરતના ગલુટી વિસ્તારમાં આવેલા એક તાંત્રિક સાધુ જાેડે મેલીવિદ્યા કરીને ઘનશ્યામ શાસ્ત્રીએ અનેકો જાેડે સેક્સ કાંડો કર્યા છે. ઘનશ્યામશાસ્ત્રીના આ સેક્સકાંડમાં તેમના ૯ જેટલા જુદા જુદા શિષ્યો જેવા કે દર્શનવલ્લભ, રણછોડભગત, નિષ્કામવલ્લભ, વિજ્ઞાનવલ્લભ, રસિકવલ્લભ, વિવેકવલ્લભ વગેરે સામેલ છે. આ અંગે ચકલાસી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જીગર પટેલે જણાવ્યું છે કે, અગાઉ ૩૨ પાનનો વાયરલ થયેલો કાગળ અને આજે વેદાંતવલ્લભનો વાયરલ થયેલો વિડિયો બંને અમને મળ્યા છે. પરંતુ આ કેસમાં જ્યારે ભોગ બનનાર રૂબરૂ હાજર થશે ત્યારે જ આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે એ સિવાય કાંઇ થઇ શકશે નહીં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution