લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026 |
વડોદરા |
3366
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના એક ઉમેદવારને બાદ કરતા તમામ રાજકિય પક્ષોના ફોર્મ માન્ય રહ્યા હતા. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારીએ કહ્યુ હતુ કે, અમને ખબર હતી કે, મજબુત પેનલ છે. એટલે કંઈક કરશે.
પરંતુ ડમી ઉમેદવાર હતા. તે પેનલમાં નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતુ કે, બે ત્રણ જગ્યાએ કોંગ્રેસના ઉમેદવાર, ટેકેદાર કે તેમના સબંધીઓ પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યાનું પણ કહ્યું હતુ. પરંતુ કોંગ્રેસના તમામ ૭૬ ઉમેદવારો સક્ષમ રીતે ચૂંટણી લડશે અને જીતશે.
વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે જણાવ્યું હતુ કે, વોર્ડ-૧૫ના કોંગ્રેસના ઉમેદવારનું પુરવણી મતદાર યાદીમાં નામ આવશે તેમ કહ્યું હતુ. પરંતુ પુરવણી યાદી જાહેર ના કરાઈ. અમને કાંઈક કરશે ખબર હતી. એટલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હતું. તેમણે કહ્યુ કે, ભાજપામાં ભડકો સૌને ખબર છે.
મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે ત્યારે પણ તેમણે કહ્યું કે, વડોદરામાં વિકાસ થયો નથી. ત્યારે હાલમાંજ પૂર્વ મંત્રી અને વડોદરામાં સૌથી સૌમ્ય ઈમેજ છે તેવા વરીષ્ટ આગેવાન લાખાવાલાએ પણ કંટાળીને વડોદરામાં વિકાસ થયો નથી. ભ્રષ્ટાચાર થયો છે. તેમ કહ્યુ. થોડા દિવસો પૂર્વે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ મેય અને ચેરમેનની પસંદગીમાં નવાને નિમાયા, એમા ધારાસભ્ય સહિતની મંજૂરી લેવામાં નહી આવી.