13, ઓગ્સ્ટ 2022
3366 |
વડોદરા,તા.૨૨.
ખાનગી દવાખાનાઓને તેમની હોસ્પીટલના આઈ.સી.યુ. ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અંગે દર્દીએ હાઈકોર્ટમાં કરેલ પિટીશન બાદ,રાજ્ય સરકારે અને કોર્ટ દ્વારા આઈ.સી.યુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનાં આદેશ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં રાજ્યનાં ૩૩ હજાર તબિબો સાથે વડોદરા શહેરનાં ૩ હજાર ખાનગી પ્રેક્ટીસ કરતાં તબિબો હડતાલનાં સર્મથનમાં જાેડાયા હતા.અને આરોગ્ય સેવાઓ આપવાની અલિપ્ત રહ્યા હતા.
આઈ.એમ.એ વડોદરા શાખાનાં પ્રમુખ ડો.મિતેષ શાહે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફલોર પર આઈ.સી.યું રાખનાને પગલે અનવે સમસ્યઓ સર્જાવાની શક્યતા છે તેમજ દર્દીને ઈન્ફેકશન વધવાની અને મૃત્યુદર વધવાની પણ શક્યતાને પગલે તબિબો દ્વારા સરકારનાં આદેશનો વિરોધ નોંધાવી રહ્યાં છે.ખાસ કરને દર્દીઓનાં સ્વજનો આઈ.સી.યુ બહાર એકત્રીત થઈ ટોળે વળીને બેસી રહેતાં હોવાથી ઈન્ફેકશન રેટ વધશે. એટલું જ નહિ કુદરતી આફતો સમયે પણ ગ્રાઉન્ડ ફલોરનું આઈ.સી.યુ જાેખની સાબિત થશે અનેક સમસ્યાઓ સર્જાશે.તેવો મત વ્યક્ત કરી આજે આઈ.એમ.એ. વડોદરા શાખાનાં તબિબોએ નાગરવાડા સ્થિત આઈ એમ.ઓ ની ઓફીસ ખાતે ભેગા થઈને તબિબોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.જાે કે એક દિવસીય હડતાળ અને કોર્પોરેટ હોસ્પીટલો તથા ટ્રસ્ટ તથા સરકારી હોસ્પીટલોમાં આરોગ્ય સેવાઓ કોર્યરત હોવાથી દર્દીઓએ કોઈ ખાસ તકલીફ પડી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
હાઈકોર્ટનાં ઓર્ડર પછી સરકારી હોસ્પિટલોમાં પણ મોટા ફેરફાર કરવાની જરૂર પડશેઃએસ.એસ.જી સુપ્રિટેન્ડન્ટ
વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ આઈસીયું પ્રથમ,બીજી અને ત્રીજા માળે આઈસીયું વોર્ડ મળી કુલ ૧૦૦ બેડ છે. જાે આઈસીયું બનાવવાનો નિર્ણય કાર્યયત રહેશે નો રિનોવેશનની જરૂર પડશે તેમ સયાજી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડૉ. રામકૃષ્ણ ઐયરે જણાવ્યું હતું. જાેકે કોવિડ વોર્ડમાં પ્રથમ માળેજ આઈસીયુ વોર્ડ છે. હાઈકોર્ટનાં ઓર્ડર પછી સરકારી હોસ્પિટલમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડશે.