AMC ચૂંટણીઃ ગોતા, ચાંદખેડા, વાસણા અને સરદાનગરમાં કાર્યકરોનો વિરોધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ફેબ્રુઆરી 2021  |   1782

અમદાવાદ-

ઉમેદવારો જાહેર કર્યાના પહેલા જ દિવસે ભાજપમાં બળવો સામે આવ્યો છે. વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. ચાંદખેડાના કાર્યકરો મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. અહીં આઇકે જાડેજાને આવેદન પત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે ૧૨ વાગે ઉમેદવાર નહીં બદલાય તો ૫૦૦ કાર્યકરોના રાજીનામા આપી દેવાશે. ૨૦૧૫માં પણ સ્થાનિક ઉમેદવારને બદલે અન્યને ટિકિટ આપવામાં આવી હતી.

સરદારનગર વોર્ડમાં પણ નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે વાસણામાં આયાતી ઉમેદવાર સામે વિરોધ થયો હતો. ગોતામાં પણ ભાજપના કાર્યકરોએ હાય હાયના નારા બોલાવ્યા હતા. કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં ટિકિટ અપાતા તેના સામે વિરોધ ઉભો થયો હતો જ્યારે અજય દેસાઈ મહામંત્રીનો દીકરો હોવાને કારણે વિરોધ થયો હતો. કાંકરિયા ખાતે જુલાઈ ૨૦૧૯માં રાઇડ અકસ્માત થયો હતો જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રાક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. જાેકે આ વખતે ટિકિટ ફાળવવામાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution