દિલ્હી-

ચીનના સંરક્ષણ મંત્રાલયે દેશના લશ્કર સંબંધિત ધ્યેયને લગતા અહેવાલમાં અમેરિકા વિશે આકરાં નિવેદનો ધરાવતા અહેવાલમાં જણાવ્યું હતું કે ખરેખર તો અમેરિકા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વિશ્ર્‌વ શાંતિ સામે સૌથી મોટો ખતરો છે.

આ નિવેદનમાં એવું પણ કહેવાયું હતું કે ચીની લશ્કરના વિકાસ કાર્યો તથા ધ્યેયો અમેરિકાના રાષ્ટ્રીય હિતો માટે ગંભીર સૂચિતાર્થો ઊભા કરશે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ કિઆને કહ્યું હતું કે ‘ઘણાં વર્ષોના પુરાવા બતાડે છે કે પ્રાદેશિક અશાંતિ અમેરિકાને કારણે જ ઊભી થઈ છે, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો ભંગ પણ એણે જ કર્યો છે અને વિશ્ર્‌વ શાંતિને નેસ્તનાબૂદ પણ એણે જ કરી છે.’

છેલ્લા બે દાયકામાં અમેરિકાએ ઇરાક, સિરિયા, લિબિયા તથા અન્ય દેશોમાં જે પગલાં લીધાં છે એને પરિણામે 8,00,000 કરતાં પણ વધુ લોકોના જાન ગયા છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે. અમેરિકા અરીસામાં જાેવાને બદલે ચીનના સામાન્ય સંરક્ષણ અને લશ્કરી વિકાસની બાબતમાં ખોટી ટિપ્પણીઓ કરે છે,’ એમ તેમણે કહ્યુ હતું.

ચીન પાસે 20 લાખ સૈનિકો ધરાવતું લશ્કર છે, ચીનનું નૌકાદળ પણ હવે 350 યુદ્ધ-જહાજાે તથા સબમરીનો સાથે વિશ્ર્‌વમાં સૌથી મોટું નૌકાદળ બની ગયું છે. અમેરિકા પાસે 293 યુદ્ધ-જહાજાે તથા સબમરીનો છે.