અમેરીકાના રાષ્ટ્રપતિ વિમાનની સીડી પર આ રીતે ડગમગીને પડી ગયા
20, માર્ચ 2021 297   |  

વોશિંગ્ટન-

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સંપૂર્ણપણે ફીટ છે, એ બાબતે આપણે અવારનવાર વાતો સાંભળીએ છીએ. પરંતુ તેમની ફીટનેસ ખરેખર છે ખરી, એવો સવાલ ઉભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો દ્વારા જેમાં બાઇડેન વિમાનની સીડીઓ ચઢતી વખતે ડગમગતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દેખાશે કે રાષ્ટ્રપતિ વિમાનની સીડીઓ પર પડી જાય છે. જોકે સદનસીબે તેમને કોઇ ઇજા પહોંચી નથી. ત્રણવાર પડવા છતાં પોતાને સંભાળતા વિમાનમાં પહોંચ્યા અને પોતાના ગંતવ્ય માટે રવાના થયા. આ બાબતે વ્હાઈટહાઉસે જણાવ્યું હતું કે, તેજ હવાને પગલે તેઓ ડગમગી ગયા હતા.

રાષ્ટ્રપતિ જો બાઇડેન શુક્રવારે એટલાન્ટાના પ્રવાસે જઇ રહ્યા હતા અને ત્યાં તેમણે એશિયાઇ-અમેરિકા ગ્રુપના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી. એટલાન્ટા રવાના થવા માટે જ્યારે તે એરફોર્સ વનના વિમાનમાં સવાર થવા માટે સીડીઓ ચડવા લાગ્યા, ત્યારે તેમનું સંતુલન બગડી ગયું અને તે સીડીઓ પર જ ડગમગવા લાગ્યા. જો બાઇડેન આ ઘટના એકવાર નહી પણ ત્રણ વાર થઇ. એટલા માટે તેમના સ્વાસ્થ્ય અંગે કેટલાંક અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution