22, જાન્યુઆરી 2021
1584 |
વોશિંગ્ટન-
અમેરીકાના ઉપરાષ્ટ્રપતિપદે કમલા હેરીસની ચૂંટણી એ એક ઐતિહાસિક ઘટના છે અને તેને પગલે અમેરીકાના ભારત સાથેના સંબંધો વધારે ગાઢ બનશે એમ અમેરીકાના પ્રેસ સચિવ જેન સાકીએ ગુરૂવારે કહ્યું હતું, અને ભારત સાથેના લાંબા સમયગાળાના સફળ સંબંધોની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ભારતની અનેકવાર મુલાકાતે જઈ ચૂકેલા રાષ્ટ્રપતિ બાયડેન પણ ભારત સાથેના અમેરીકાના લાંબા સમયના સફળ સંબંધોને માને છે અને તેને વધારે ગાઢ બનાવવા પ્રયાસ કરશે. તેમણે અમેરીકાના ઉપરાષ્ટ્રપતિપદે ભારતીય મૂળના કમલા હેરીસની ચૂંટણીને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું હતું કે તેને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ગાઢ બનશે.