અમેરિકાની વેક્સિન ભારતના સ્ટ્રેન સામે અસરકારકઃ અમેરિકન નિષ્ણાતો
20, મે 2021 990   |  

વોશિંગ્ટન-

અમેરિકામાં ઉપલબ્ધ કોરોનાની વેક્સિન ભારતમાં જાેવા મળતા કોરોનાના જીવલેણ સ્ટ્રેન સામે પણ અસરકારક છે. અમેરિકાના આરોગ્ય અધિકારીઓએ આ માહિતી આપી છે. ગયા વર્ષે પ્રથમ વખત ભારતમાં મળી આવેલ કોરોનાનો નવો સ્ટ્રેન બી ૧.૬૧૭ને ડબ્લ્યુએચઓ દ્વારા વૈશ્વિક સ્તરે એક 'ચિંતાજનક સ્ટ્રેન' તરીકે જણાવ્યો છે.

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એલર્જી એન્ડ ઇન્ફેક્ટીવ ડિસીઝિસ (એનઆઈએઆઈડી) ના ડિરેક્ટર અને રાષ્ટ્રપતિના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થોની ફૌચીએ ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “૬૧૭ એન્ટિબોડી સામે સામાન્ય પ્રતિકાર સૂચવે છે કે હાલની વેક્સિન મોટા પ્રમાણમાં રક્ષણાત્મક છે. અમે આ વેક્સિનનો ઉપયોગ કરી રહ્યા છીએ. ” ડો. ફૌચીએ આ સંદર્ભમાં તાજેતરના સંશોધન અને ડેટા રજૂ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે ભારતમાં મળી આવેલા બંને પ્રકારનાં બી૬૧૭ અને બી૧.૬૧૮ ને અનુમાનમાં માત્ર અઢી ગણા ઘટાડો સાથે બિનઅસરકારક જાણવા મળ્યો છે. વ્હાઇટ હાઉસના કોવિડ-૧૯ પર વરિષ્ઠ સલાહકાર એન્ડી સ્લેવિટ્ટે કહ્યું કે યુ.એસ.માં ઉપલબ્ધ વેક્સિન ભારતમાં કોરોનાનો મળેલો સ્વરૂપ સામે અસરકારક છે. અમેરિકામાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિન આપવામાં આવી રહી છે. આ મુદ્દે અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટીના ગ્રાસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને લેંગોન સેન્ટરએ આ વિશે લેબમાં અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ બાબતે પ્રોફેસર નાથનેઇલ આર. લેંડાઉએ રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે અત્યંત જીવલેણ કોરોનાના નવા સ્ટ્રેનના ફેલાવાને રોકવા માટે વેક્સિન અસરકારક છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution