ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી ૩૦થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. તેમાં ૨૧ સુખાઈ (Sukhoi Su-30MKIs) અને ૨૧ મિગ (MiG-29s વિમાન સામેલ છે.આ વિમાનોને ભારતીય બેડામાં સામેલ કર્યા બાદ વાયુસેના (IAF)ની શક્તિમાં વધારો થશે. 

રૂસ નવા વિમોનાની જલદી ડિલેવરી માટે તૈયાર થઈ ગયું છે. તે પહેલાથી મિગ-૨૯ના આધુનિકીકરણ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની મદદ કરી રહ્યું છે. IAFને ૧૯૮૫માં પોતાનું પ્રથમ મિગ-૨૯ વિમાન મળ્યુ હતુ અને આધિનિકિકરણ બાદ મિગ-૨૯ની લડાકૂ ક્ષમતામાં વધારો થશે. આધુનિકીકરણ બાદ મિગ-૨૯ એક તરફથી ચોથી પેઢીના લડાકૂ વિમાનમાં સામેલ થઈ જશે. આ રૂસની સાથે-સાથે વિદેશી હથિયારોને લઈ જવામાં સક્ષમ હશે. ખુબ ઝડપથી તે એરિયલ ટાર્ગેટને ટ્રેક કરી શકશે. એટલું જ નહીં વિમાન heat-contrasting air objects ને ટ્રે કરીને તેના પર છુપાયને હુમલો કરવામાં પણ સક્ષમ હશે, તે પણ રડારના ઉપયોગ વગર. આધુનિક સામગ્રી અને ટેકનિકને કારણે મિગ-૨૯ના જીવનકાળમાં પણ વધારો થશે.