લાલ કિલ્લા પર ઘાયલ થયેલા જવાનોની ખબર પુછવા પહોચ્યા અમિત શાહ
28, જાન્યુઆરી 2021

દિલ્હી-

ગૃહ પ્રધાન અમિત શાહે એવા પોલીસકર્મીઓને પણ મળ્યા, જેમણે ખેડુતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન ફાટી નીકળેલી હિંસા વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂક્યા બાદ પણ ધૈર્ય અને સંયમ ન છોડ્યા. શાહે દિલ્હીના સુશ્રુત ટ્રોમા સેન્ટર અને તીરથરામ શાહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. શાહે આ બંને હોસ્પિટલોમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોને મળ્યા અને તેમના ધૈર્ય અને બહાદુરીની પ્રશંસા કરી.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે ગૃહમંત્રી સુશ્રુત ટ્રોમા સેન્ટર અને તિરથરામ હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલ પોલીસ કર્મચારીઓની તબિયત વિશે પૂછપરછ કરશે. બંને હોસ્પિટલો સિવિલ લાઇનમાં સ્થિત છે. પોલીસનું કહેવું છે કે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસામાં ખેડૂત નેતાઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. હિંસા અને તોડફોડમાં દિલ્હી પોલીસના 394 જવાન ઘાયલ થયા છે.

દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ખેડૂત સંઘોએ ટ્રેક્ટર પરેડ માટે નક્કી કરેલી શરતોનું પાલન કર્યું નથી. બપોરે 12 થી સાંજના 5 સુધી પરેડ યોજાવાની હતી અને તેમાં 5000 ટ્રેકટરો હાજર રહેવાના હતા. પ્રજાસત્તાક દિનના દિવસે ખેડુતોની ટ્રેક્ટર પરેડનું લક્ષ્ય કૃષિ કાયદાને પાછી ખેંચી લેવું અને પાક માટેના લઘુતમ ટેકાના ભાવની કાનૂની બાંયધરીની માંગ કરવી હતી.

રાજપથ ખાતે સમારોહ પૂરો થયા બાદ દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડને નિર્ધારિત માર્ગમાંથી બહાર કાઢવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ સમય પૂર્વે હજારો ખેડુતો વિવિધ સીમાઓ પરના અવરોધો તોડી દિલ્હીમાં પ્રવેશ્યા. તે ઘણી જગ્યાએ પોલીસ સાથે  ઝડર થઇ હતી અને તેમને લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને અશ્રુ ગેસના ગોળીઓ છોડવી પડી હતી. ટ્રેક્ટર પરેડ દરમિયાન આઇટીઓ નજીક ટ્રેક્ટરને પલટી મારીને એક પ્રદર્શનકારની હત્યા કરાઈ હતી. નવેમ્બરથી, ખેડૂતો દિલ્હીની જુદી જુદી સીમાઓ પર કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution