વડોદરા, તા ૧૮

 એમએસ યુનિવર્સિટી નો ૭૧મો પદવીદાન સમારોહ સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 એમ એસ યુનિવર્સિટી નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. અમિત શાહે તેમના સંબોધનના પ્રારંભે જ યુનિ.સાથે વિવિધ, સ્તર પર સંકળાયેલ રહેલ મહાનુભાવો અને વિદ્યાર્થી રહી ચુકેલા નાંમાકિત મહાનુભાવો જેવાકે વિનોબા ભાવે. અરવિંદ મહર્ષિ, આઇ,જી પટેલ, સહિત અનેક મહાનુભાવોને યાદ કર્યા હતા. અમિત શાહે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આ તમારા સૌનાં માટે મહત્વનો દિવસ છે. અત્યાર સુધી તેમેજે પાપ્ત કર્યુ છે. તેને તમારે હવે સમાજનાં રચનાત્મક યોગદાન માટે ઉપયોગ કરવાનો છે. શિક્ષાનો ઉદેશ્ય વ્યકતિને સંપુર્ણ બનાવવાનો છે. વ્યકતિગત જીવનની ઉંચાઇઓ વ્યકતિગત રહે છે. જયારે સમાજ માટે કરેલ કાયો હમેંશા યાદ રાખવામાં આવે છે. અમિત શાહે યુનિવર્સીટી માંથી મેળવેલી શિક્ષાને સમાજ કાર્યો માટે ઉપયોગમાં લઈને સમાજપયોગી અને દેશહિત માટે કાર્ય કરવા જણાવ્યું સાથે સર સયાજીરાવ ગાયકવાડનાં શાશન ને યાદ કરી વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આ વિઝનરી રાજવીએ કન્યા કેળવણી, પુસ્તકાલયો જે જે મહત્વ આપ્યુ તે આપણે સૌ જાણીએ છીએ. તેમણે વિધાર્થીઓને માઇનોર હિંટ્‌સ પુસ્તકને વાંચવા અને જીવનમાં ઉતારવા માટે જણાવ્યું હતું. આ પુસ્તકમાં સયાજીરાવ ગાયકવાડના શાસનની પ્રણાલીઓને વણી લેવામાં આવી છે. સાથે અમિત શાહે વઘુમાં વિદ્યાર્થીઓને નવી શિક્ષા નીતિને સમજવા માટે અનુરોધ કર્યો હતો . શિક્ષણ ઉદ્દેશ માત્ર સારા ગુણ મેળવવાનો અને પ્રમાણપત્ર મેળવવાનો નથી. અમિત શાહે સંબોધનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. અને આજના દિવસે નેતાજી બર્મામાં પ્રવેશ કર્યો હતો તેમ કહી ઉમેર્યુ હતુ કે નેતાજી એ દેશની આઝાદી માટે જે કઠનાઇઓ વેઠી છે તેને દુનિયા યાદ કરે છે. યુનિ.ના ૭૧મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુવર્ણ પદક વિજેતા વિધાર્થીઓને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા. યુનિ.ના ચાન્સેલરે સ્નાતક અને અનુસ્નાતક ની ડીગ્રી મેળવનાર વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા આપી હતી ૭૧માં પદવીદાન સમારોહમાં ૧૯૨ વિદ્યાર્થીઓને ૩૦૦ થી વધુ સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા.