આણંદ-

અમૂલે પોતાના ઈમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ્સમાં વધારો કરતા દુનિયાનો પહેલો હલ્દી આઈસક્રીમ રજૂ કર્યો છે. આ આઈસક્રીમની 125mlની ડબ્બીની કિંમત 40 રૂપિયા રાખવામાં આવી છે.

કોવિડ-19ની મહામારીના સમયમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા રેડી ટુ ડ્રિન્ક પ્રોડક્ટ્સ પૂરા પાડવા અમુલ દ્વારા માર્કેટમાં તુલસી દૂધ, હલ્દી દૂધ, અંજીર દૂધ રજૂ કરવામાં આવ્યા હતા. અમૂલે હવે ઈમ્યુનિટી બૂસ્ટરની કેટેગરીમાં વધારો કરતા હવે દુનિયાનો સૌથી પહેલો હળદરના ગુણો ધરાવતો 'હલ્દી આઈસક્રીમ' રજૂ કર્યો છે. 

અમૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા આ આઈસક્રીમમાં હળદર, મધ, મરી તથા ખજૂરના ગુણો પણ છે. હળદર તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણો માટે જાણીતી છે. વર્ષોથી આયુર્વેદમાં હળદરના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત ભારતમાં ઘર ઘરમાં રસોઈ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.