અહીં હાઈ-વે પરના ગમખ્વાર અકસ્માતે 6નો ભોગ લીધો
16, ફેબ્રુઆરી 2021 693   |  

મુંબઈ-

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડીરાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત થયા હતા જ્યારે અન્ય 5ને ગંભીર ઈજાઓ થઈ હતી. મુંબઈ તરફની લેન પર ખલાલ ટોલ પ્લાઝાની પાસે આવો અકસ્માત સંખ્યાબંધ વાહનોના એકબીજા સાથે અથડાવાથી થયો હતો. ભારે ઝડપથી જઈ રહેલી એક ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. 

આ ટ્રક પહેલા એક ટેમ્પો સાથે અથડાતાં તે બંને રોડ વચ્ચેની લેનમાં ફસાયો હતો અને આ ટક્કર બાદ ટ્રક બીજી કારો સાથે અથડાઈ હતી. આ બનાવમાં ભિન્ન વાહનોમાં ત્રણ મહિલાઓનાં અને ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. બનાવ બન્યાના ટૂંક સમયમાં ધટનાસ્થળે એમ્બ્યુલન્સ, હાઈવે ટીમ અને પોલીસની ટૂકડી ધસી ગયા હતા. માર્યા ગયેલાઓના મૃતદેહો ખોપોલી ગ્રામ્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution