ભોપાલ-
મધ્યપ્રદેશમાં સીધીથી સતના જઈ રહેલી બસ પટના પાસે જાણીતી બાણસાગર નહેરમાં ખાબકતાં થયેલા કરૂણ અકસ્માતમાં અત્યાર સુધી 25 જેટલી લાશો મળી છે. આ ઘટનામાં બસની ક્ષમતા 32 જ મુસાફરોની હોવા છતાં તેમાં ઠાંસી ઠાંસીને 54 મુસાફરો ભરી દેવાયા હતા. એએસપી મંજલુલતા પટેલે કહ્યું હતું કે આ અકસ્માતમાં તમામ મુસાફરો માર્યા ગયા હોવાની આશંકા સેવાય છે. જો આ સાચું હોય તો હજી આ અકસ્માતમાં મોટી સંખ્યામાં જાનહાની થવાની આશંકા છે. આ બસે સતના જવા માટે આમ તો છુહીયાથી જવાનું હતું પણ ભારે ટ્રાફિકને પગલે તેણે પોતાનો રૂટ બદલ્યો હતો. આ કરુણ અકસ્માતની કેટલીક તસવીરો અહીં રજૂ કરી છેઃ
