લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2020 |
1089
ઇસ્લામાબાદ-
પાકિસ્તાન કોર્ટની અંદર જ જજની સામે અહમદી સમુદાયના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોર્ટમાં ઈશનિંદ સાથે સંલગ્ન કેસની સુનાવણી ચાલી રહી હતી. મૃતક વ્યક્તિ તાહિર અહમદ નસીમ પર ઈશનિંદાનો આરોપ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરે તાહિરને ૬ ગોળીઓ મારી હતી. તાહિર અમેરિકાનો નાગરિક હતો અને અમેરિકાએ આ સમગ્ર ઘટનાની આકરી નિંદા કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, તાહિર અહમદ નસીમની ઈશનિંદાના આરોપમાં બે વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં જજ શૌકતુલ્લા ખાનની સામે ગોળી મારી દીધી હતી. કોર્ટ પરિસરના મુખ્ય દરવાજાની પાસે અને અંદર કડક સુરક્ષા વ્યવસ્થા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક નસીમ માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો.
જાે કે હજુ સુધી જાણી શકાયું નથી કે હથિયારોથી સજજ હુમલાખોર કડક સુરક્ષાની વચ્ચે કોર્ટ કેવીરીતે પહોંચી ગયો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. હુમલાખોરની ઓળખ ખાલિદ તરીકે થઈ છે.