વડોદરા,તા.૨૭

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની કોમર્સ ફેકલ્ટીની યુનિટ બિલ્ડીંગ ખાતે એમ ૬ વર્ગમાં વિદ્યાર્થી દ્વારા હાજરીપત્રકમાં અશ્લિલ ચિત્ર દોરવાની ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે.ત્યારે યુનિ. સત્તાધીશોએ આ ઘટના બની ત્યારે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓનાં આઇકાર્ડ ની કોપી લઇ લિધી હતી. અને વિદ્યાર્થીઓનાં વાલીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાથી ૯ વિદ્યાર્થીઓનાં વાલીઓ હાજર રહ્યા હતા અને પાંચ વિદ્યાર્થીઓનાં વાલીઓ ગેરહાજર રહ્યા હતા. કોમર્સ ફેકલ્ટીનાં સત્તાધીશોએ વર્ગખંડમાં બનેલ સમગ્ર ઘટના અંગે વાલીઓને જાણ કરી હતી. વિદ્યાર્થીઓ પાસેથી માફીપત્ર લખાવી લિધા હતા. બીજા પાંચ વિદ્યાર્થીઓનાં વાલીઓને યુનિ. સત્તાધીશોએ બોલાવ્યા હતા છતા તેઓ ગેરહાજર રહ્યા હતા.ત્યારે હવે આગામી દિવસોમાં કોમર્સ ફેકલ્ટીનાં સત્તાધીશો આ મામલે ફરીવાર જે વિદ્યાર્થીઓનાં વાલીઓ ગેરહાજર રહ્યા છે તેમને બોલાવ્યા છે. ત્યારબાદ ફેકલ્ટી સત્તાધીશો આ મામલે કમિટિ બનાવે તેવી શકયતાઓ પણ છે. અથવા વિદ્યાર્થીઓનું કાઉન્સિલંગ કરી તેમને ચેતવણી આપી માફી આપે તેવી શકયતાઓ પણ ચર્ચાઇ રહી છે. જે વિદ્યાર્થીઓના ઘટના સમયે વર્ગમાં હાજર હતા તેવા તમામ ૧૫ વિદ્યાર્થીઓનાં આઇકાર્ડ કોમર્સ ફેકલ્ટી દ્વારા જમા લેવામાં આવ્યા છે. તેવા વિદ્યાર્થીઓમાથી હાજર રહેલા વાલીઓ સાથે કોમર્સ ફેકલ્ટીનાં ઇન્ચાર્જ ડીન, પ્રોગ્રામ ડાયરેકટર સહિત પ્રોફેસરોની ટીમે ચર્ચા કરી હતી.

નમાજ પઢવાનાં વિવાદ મામલે યુનિવર્સિટી સત્તાધીશોનું ભેદી મૌન

એમ.એસ.યુનિનાં પરિસરમાં બે જુદા જુદા સ્થળોએ નમાજ પઢવાની ઘટનાએ વિવાદ જગાવ્યો છે. ત્યારે આ મામલે યુનિ. સત્તાધીશોએ ભેદી મૌન સેવ્યું છે. સત્તાવાર રીતે સમગ્ર ઘટનાઓ અંગે કઇપણ કહ્યુ નથી. માંત્ર ગોળ ગોળ વાતો કરી છે. જયારે બીજી બાજુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પરિસરમાં બે સ્થળોએ નમાઝ પઢવાના બનાવમાં હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડો. જ્યોતિનાથજીએ યુનિ. સત્તાધીશોને રજુઆત કરી જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે યુનિ. પરિસરનાં બે સ્થળોએ નમાજ પઢવાની ઘટનાનાં કારણે યુનિ. છબીને નકારાત્મક અસર થાય છે. આ સાથે યુનિવર્સિટી પરિસર ધાર્મિક પ્રવૃત્તિઓને વિવાદમાં ન આવે તે માટે જાહેરમાં નમાજ પઢી ધાર્મિક વિવાદ ઉભો કરનાર સામે પોલીસ ફરિયાદ કરવી જાેઇએ. તેમણે આવા બનાવોથી વિદ્યાર્થીઓ વચ્ચે પણ આંતરિક કલહ વધે અને બિનજરૂરી ધાર્મિક વાતાવરણ ડહોળાય તેવી શક્યતા છે. જેથી આવા બનાવો બીજીવાર ન બને તેની તકેદારી યુનિ. સત્તાધીશોએ રાખવી જાેઇએ.