/
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજિયાત રસીકરણની સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ

ગાંધીનગર-

રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસિનેશન ફરજિયાત બનાવવામાં આવી છે, તેની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. સરકારે ગત અઠવાડિયે ગુજરાતમાં 30મી જૂન સુધી તમામ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ ચાલુ કરવા માટે રસીનો પ્રથમ ડોઝ ફરજિયાત બનાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરજિયાત રસીકરણની મુદત 10મી જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોર કમિટીની મિટીંગ બાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો થતાં સરકારે અનલોક-ગુજરાતને આગળ વધારતા અનેક છૂટછાટો અંગે જાહેરાત કરી હતી.જો કે સરકારે છૂટછાટો આપવા સાથે વ્યવસાયિક પ્રવૃતિ કરતા સંચાલકો-સ્ટાફ માટે તબક્કાવાર કોરોના વેક્સિનેશનફરજિયાત કરવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution