જય જગન્નાથના જયઘોષ સાથે ગાયકવાડી નગરીના રાજમાર્ગો પર જગતના નાથની નગરચર્યા નીકળી ઃ પ્રજાજનોએ ઠેર-ઠેર હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું

વડોદરા, તા. ૨૦

અષાઢીબીજ અને રથયાત્રાના તહેવાર નિમિત્તે શહેરમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળ્યા હતા. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે ૪૨મી રથ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જાેડાયાં હતાં. હરે રામા... હરે કૃષ્ણા...ના ગગનભેદી નાદ સાથે કીર્તનથી શહેર ભક્તિમય વાતાવારણમાં તરબોળ થઈ ગયું હતું.

વહેલી સવારથી જ ઈસ્કોન મંદિર ખાતેથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી ગયા હતા. જ્યાં ભગવાનની લીલા સ્વરુપે જળયાત્રા અને નેત્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજે બપોરે ૩.૧૫ વાગ્યે મેયર નિલેશ રાઠોડે પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ભગવાનને વધાવી લીધા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિ‌ઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિ‌ઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે ૩ કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભક્તો ભક્તિના રસમાં ઝૂમી ઉઠયા હતા તો કેટલાંક લોકો અસહ્ય તાપમાં પણ ભગવાનને દંડવત પ્રણામ કર્યા હતા. ઠેર – ઠેર વિવિધ સમાજ અને સંપ્રદાયના લોકોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. રેલ્વે સ્ટેશનથી શરુ થયેલી રથયાત્રા રા

ત્રીએ પોલોગ્રાઉન્ડ પાસે પૂર્ણ થઈ હતી.

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જગન્નાથજીનો રથ શહેરના રાજમાર્ગ પર ફરી સાંજે મંદિર ખાતે પરત ફર્યો હતો.

રથનું દોરડંુ તૂટ્યું નથી, અફવા માત્ર ઃ મહંત

વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન થયા બાદ શાંતિપૂર્ણ માહોલમાં રાત્રીના ૮ વાગ્યાની આસપાસ સંપન્ન થઈ હતી. જાેકે, રથયાત્રા દરમિયાન ભગવાનના રથનું દોરડું તૂટ્યું હોંવાના અહેવાલ વહેતા થયા હતા.જાેકે, મંદિરના મહંતે આ વાતનું ખંડન કરતા આ અફવા હોંવાનું કહ્યંુ હતંુ.ઈસ્કોન મંદિરના મહંતે કહ્યંુ હતંુ કે,રસ્સો તૂટે તો તેને જાેડવામાં આવે,નડિયાદથી નવો રસ્સો ખરીદવામાં આવ્યો હતો. કેટલાકે કહ્યું હતંુ કે,જૂના રસ્સાનો ઉપયોગ કરી શકાય છે,પરંતુ અમે જાેખમ લીધું ન હતું.