વલસાડ : વલસાડ ની જૂની બહુમાળી બિલ્ડીંગ અતિ જર્જરિત થઈ જવાનો કારણે દિનપ્રતિદિન ભયજનક બની રહી છે. વરસાદ ની સીઝન માં જર્જરિત બનેલ આ બિલ્ડીંગ આવનાર મુલાકાતીઓ સહિત ફરજ બજાવતા અધિકારીઓ દુર્ઘટના થવાની બીકે ભયગ્રસ્ત બન્યા છે.આ બિલ્ડિંગમાં ભોય તળીયે જિલ્લા તિજોરી અધિકારી અને કલેકટર કચેરી રેકોર્ડ શાખા છે. 

બિલ્ડીંગ માં ફાયર સેફટી ની સુવિધા નિષ્ક્રિય છે. તંત્રની બેદરકારી ને કારણે ભોંય તળિયે થી લઇ છેલ્લા માળ સુધી ના તમામ માળો પર બિલ્ડીંગ ની દીવાલો , છત , ની હાલત જર્જરિત બની છે.દીવાલો ના પોપડા ગમે ત્યારે પડી જતા હોવાની કર્મચારીઓ માં બુમ ઉઠી છે. બિલ્ડીંગ માં વપરાયેલ સ્ટીલ ના સડીયા દેખાઈ રહ્યા છે. જીવ ના જોખમે ફરજ બજાવવા મજબુર બનેલા સરકારી અધિકારીઓ ની વેદના સમજવું બહુ મુશ્કેલ નથી પરંતુ વલસાડ વહીવટી તંત્ર ના અધિકારીઓ આ બાબતથી અજાણ બન્યા હોય તેમ જણાય રહ્યું છે. છેલ્લા અનેક દિવસો થી મેઘમલ્હાર ને કારણે પડેલ વરસાદે જિલ્લા ના અનેક માર્ગો સહિત જૂની બિલ્ડીંગો પર અસર કર્યો છે.વલસાડ બહુમાળી બિલ્ડીંગ માં ઉપર ના માળ પર જર્જરિત છત થી પાણી ટપકતા કચેરીઓ માં ફરજ બજાવતા અધિકારીઓ ત્રાહિ ત્રાહિ કરી રહ્યા છે. દરરોજ હજારો મુલાકાતીઓ ની અવર જવર રહે છે.