આણંદ-

રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહ્યા છે. આજે આણંદના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ધારાસભ્ય કાન્તીસોઢા પરમાર કોરોના સંક્રમીત થયા છે. અમદાવાદમાં કફ્ર્યૂ વચ્ચે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જાહેરનામાં ભંગના ૧૧૭ જેટલા ગુના નોંધ્યા છે. અને ૧૩૦ જેટલા લોકોની અટકાયત કરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી જાહેરાનાનો ભંગ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે.