આણંદ: ઓડ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકના મોત

આણંદ-

અકસ્માતની ઘટના અંગે જાણવા મળ્યા પ્રમાણે એમપી પાર્સિંગ ટ્રકચાલકે બાઈકસવાર યુવકોને ટક્કર મારી હતી. ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉમરેઠ તાલુકાના કણભાઇપુરા પાસે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના ગંભીર ઇજાના પગલે મોત થયાં છે. જેમાં એક પરિવારના બે ભાઈઓ અને બનેવીનું અકસ્માતમાં અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.મોટરસાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રણછોડ ઠાકોર ઉંમર વર્ષ 35,ભરત પુંજા ઉંમર વર્ષ 25 અને રાજુ ઠાકોર ઉંમર વર્ષ 30 સાવલીના મંજૂસર પાસેની કંપનીમાં નોકરી પર જઇ રહ્યાં હતાં ત્યારે એમપી પાર્સિંગ ટ્રકે મોટરસાઇકલને અડફેટે લીધી હતી. જેને પગલે એક જ પરિવારના બે ભાઇ અને બનેવીના કરુણ મોત નીપજ્યાં હતાં.મૃતકોને 108 મારફતે ઓડ સરકારી દવાખાને લઇ જઇ પોસ્ટમોર્ટમ કરાયાં હતાં. અકસ્માત કરનાર મધ્યપ્રદેશ પાર્સીંગ આઇસરનો ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution