જનતાનો ફેંસલો : વોર્ડ 9 માં મિશ્ર પ્રતિસાદ, તો વોર્ડ 10 માં ‘ખડોદરા’ થી જનતા પરેશાન!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 | 1782
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લોકસત્તા જનસત્તાની ટીમે વોર્ડ નંબર 9 અને 10 માં જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. વોર્ડ 9 માં લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, જ્યારે કેટલાક વિસ્તારોમાં અધૂરા કામોને લઈને નારાજગી પણ સામે આવી.
બીજી તરફ વોર્ડ 10 માં રસ્તાના ખાડા, ગટર અને દૂષિત પાણી જેવી સમસ્યાઓને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. અનેક નાગરિકોએ પરિવર્તનની માંગ વ્યક્ત કરી છે.