વડોદરા,તા.૨૭

વડોદરા કોર્પોરેશનની સામે જ આવેલ પાલકર વકીલના ખાંચામાં પુરતા પ્રેસથી પાણી નહીં મળતાં તેમજ દુષિત પાણીના કારણે રહીશોએ પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિક કાઉન્સિલરે યુધ્ધાા ધોરણે કામગીરી કરવા રજૂઆત કરી છે. વોર્ડ નં.૧૩ના કાઉન્સિલર બાળુ સુર્વે મ્યુનિ. કમિશન્રને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ઈલેકશન વોર્ડ નં.૧૩ વિવિધ વિસ્તારોમાં ઘણા મહિનાઓથી પીવાનું પાણી ડ્રેનેજ મીશ્રિત આવતુ હોવાની વારંવાર લેખિત તેમજ સમગ્ર સભામાં જાણ કરેલ હોવા છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં સુતી હોય તેવુ લાગે છે. સત્તાધારી પાર્ટીની વહીવટી તંત્ર પર બિલકુલ જ પકડ ગુમાવી દિધી છે. અને ઈજારદારના ઘુટણીયે પડયુ હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. જેનો ભોગ નાગરીકોને બનાવનો વારો આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક તો ઓછા પ્રેસરથી પાણી મળતુ હોય અને એ પણ પીવા લાયક ન હોય ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવતુ હોય વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીની સામે પાલકર ખાંચો અને ડો. મણીયારની ગલીમાં તે શરમજનક આ બાબતે નાછુટકે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.