ભરૂચ-

જિલ્લાના અંકલેશ્વરમાં એક શખ્સ નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. જોકે, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે આ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે નકલી ડોક્ટર પાસેથી 24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપી ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી દવા અને ઈન્જેક્શન સહિત 24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે અંકલેશ્વરમાંથી આ નકલી ડોક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કોઈ પણ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી પાસે મેડીકલની કોઈ ડિગ્રી ન હોવા છતા તે લોકોને દવા આપી તેઓની જિંદગી જોખમમાં મૂકતો હતો. પોલીસે આરોપી પાસેથી એલોપેથી દવા અને ઇનજેકશન મળી રૂપિયા 24,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.