દિલ્હી-

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનને ૧૦૦ દિવસ થઈ ચુક્યા છે. આ નિમિત્તે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે, મોદીજી એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) આપો.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, એમએસપીએ ખેડૂતોનો અધિકાર છે અને સરકાર તે આપીને ઉપકાર નથી કરી રહી.આ પહેલા કોંગ્રેસે પણ ખેડૂત આંદોલનના ૧૦૦ દિવસ પૂરા થયા હોવાના મુદ્દાને આગળ ધરીને આરોપ મુક્યો હતો કે, મોદી સરકાર ખેડૂતો સાથે અત્યાચાર કરી રહી છે. કોંગ્રેસનુ કહેવુ હતુ કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત થશે ત્યારે જ આંદોલન કરી રહેલા ખેડૂતોની જીતનો રસ્તો ખુલશે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ તહુ કે, દેશની સરહદો પર જેમના દીકરા જીવ આપી રહ્યા છે તેમના માટે દિલ્હીની સીમા પર ખીલીઓ પાથરવામાં આવી રહી છે.અન્નદાતા માંગે અધિકાર અને સરકાર કરી રહી છે અત્યાચાર .

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ખેડૂત આંદોલનના ૧૦૦ દિવસ પૂરા થવા નિમિત્તે ખેડૂતો દ્વારા કેટલીક જગ્યાએ હાઈવે જામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.