૫ાણીગેટ બહાર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ગાયની અડફેટે વધુ એક એકટીવા સવાર ઘાયલ
05, જાન્યુઆરી 2022 4554   |  

વડોદરા,તા.૪

 વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાંથી રખડતી ગાયોના ત્રાસ દુર કરવા માટે ગૌપાલકો સામે પાસા સહિતનું શસ્ત્ર ઉગામવા છતાં હમ નહીં સુધરેગેની નિતિ રીતિ અપનાવતા કેટલાક માથાભારે ગૌપાલકો દ્વારા તેમની ગાયોને રસ્તે ફરતી મુકી દે છે. અને અને વાહન ચાલકોને એડફેટે લેવાનો શહેરમાં શિલશિલો યથાવત રહ્યો છે. એક જ અઠવાડીયામાં રસ્તેરખડતી ગાયે વાહન ભચાલક તથા ચાલતા જતાં વ્યકિતઓને શિંગડે ભરેવવાના બનાવો બની ચુકયા છે. આજે વધુ એક બનાવ પાણીગેટ બહાર આયુવેદીક ત્રણ રસ્તા પાસે બનવા પામ્યો હતો. રસ્તે ફરતી ત્રણથી ચાર જેટલી ગાયોને ગૌપાલકે ગાયોને જાહેર રસ્તા ઉપર ટ્રાફિકમાં દોડાવતા એક એકટીવા ચાલક ગાયની અડફેટે આવ્યા હતા. જેમાં તેને હાથમાં ઈજાઓ સાથે એકટવીને ભારે નુકસાન થયુ હતું. જાેકે એકટીવાને અથડાયેલી ગયાને પણ આગળના પગમાં ઈજાઓ થઈ હતી. ગાયના પગમાં ફેકચર થયુ હોવાથી તે ચાલી શકતી ન હતી. જાેકે રસ્તા ઉપર ગાયોને દોડાવનાર ગૌપાલકને લોકો ઝડપી લીધો હતો. અને પોલીસને બોલાવી પાણીગેટ પોલીસને સોપવામાં આવ્યો હતો. પોલીસે ગૌપાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હવાનું જાણવા મળેલ છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે આજે બપોરે પાણીેગટ વિસ્તારમાં આયુર્વેદીક ત્ર રસ્તા પાસે ત્રણ ચાર જેટલી ગાયો રસ્તે ફરતી હતી. આ ગાયોને લેવા આવેલા ગૌપાલકો ભરચક ટ્રાફિક તથા રાહદારીઓ વચ્ચે ગાયોને તેની ભાષામાં જાહેર માર્ગ પર દોડાવી હતી. જેથી રોડ પર દોડીલી ગાયની અડફેટ એકટીવા સવાર અસ્ફાકભાઈ શેખ ગાયની અડેફેટે આવી ગયા હતા. તે પાણીગેટ આર્યુવેદિક ત્રણ રસ્તાથી આજવા રોડ તરફ જઈ રહ્યા હતા. આ બનાવમાં અસ્ફાકભાઈ શેખને હાથમાં ઈજાઓ થતાં નજીક આવેલા ખાનગી હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. જાેકે રોડ પર ગાયો દોડવનાર ગૌપાલકથી લોકોએ ઝડપી લઈને પાણીગેટ પોલીસને સોંપવામા આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution