જામનગરમાં વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો

જામનગર જામનગર માં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષ ના એક યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડ્યા પછી તેનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે. જેને લઈને મૃતકના પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર શેરી નંબર ૯ માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા તુલસીભાઈ રમેશભાઈ ચૌહાણ નામના ૩૦ વર્ષ ના યુવાન ને છેલ્લા ચાર પાંચ દિવસથી છાતીમાં દુઃખાવો રહેતો હતો, અને તેને હોસ્પિટલમાં સારવાર પણ અપાઇ હતી, ત્યારબાદ તેને ઘરે લઈ જવાયો હતો. પરંતુ ગઈકાલે ફરીથી તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય બંધ પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની પ્રિયાબેન તુલસીભાઈ ચૌહાણ એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ ડી.જે. જાેષી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને તુલસીભાઈના મૃતદેહ નો કબજાે સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે એક તસ્કરને રૂૂપિયા ૭૬ હજારની કિંમતના ૧૦ નંગ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો છે, એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે એસટી ડેપો રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતો મયુર પ્રકાશભાઈ મહીડા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતાં પોલીસે તેને અટકાવી તલાસી લેતા જુદી જુદી કંપનીના ૧૦ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેના બિલ આધાર વગેરે માંગતાં તેની પાસે કોઈ પણ પ્રકારના બિલ ન હોવાનું અને ચોરી અથવા છળકપટથી તમામ મોબાઇલ ફોન મેળવ્યા હોવાનું કબૂલી લીધું હતું. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution