અનુપમ ખેરનો પરીવાર કોરોના પોઝિટિવ, એક્ટર કોરોના નેગેટિવ

અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘મારા માતા દુલારીને ભૂખ બરોબર લાગતી નહોતી. અમે તેમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો પરંતુ કંઈ જ આવ્યું નહીં. ત્યારબાદ અમે CT સ્કેન કરાવ્યો અને તેમાં તેમને કોરોનાવાઈરસના હળવા લક્ષણો હોવાની જાણ થઈ હતી. અનુપમ ખેરે રવિવારે એટલે કે 12 જુલાઈના રોજ સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેમની માતા દુલારી કોરોના પોઝિટિવ છે. તેમનો ભાઈ રાજીવ પણ કોરોના પોઝિટિવ છે. આટલું જ નહીં તેમની ભાભી તથા ભત્રીજીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતા દુલારીને હાલમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યારે અનુપમનો ભાઈ તથા તેનો પરિવાર ઘરમાં જ ક્વૉરન્ટીન થયા છે. અમે તેમની સાથે રહીએ છીએ અને ત્યારબાદ રાજીવ તથા મારો CT સ્કેન કરવામાં આવ્યો હતો. મારો ભાઈ રાજીવ કોવિડ 19 પોઝિટિવ છે અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજીવની પત્ની તથા દીકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેમણે ઘરની અંદર જ પોતાને ક્વૉરન્ટીન કર્યાં છે.’ 

વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતાની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં થઈ રહી છે. તેમણે હોસ્પિટલનો આભાર માન્યો હતો. અનુપમ અપીલ કરી હતી કે મોટી ઉંમરના લોકોને જો ભૂખ ના લાગતી હોય તો તેમણે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમિતાભ તથા અભિષેક બચ્ચનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને હાલમાં નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution