01, ઓગ્સ્ટ 2020
297 |
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બિહાર અને આસમમાં રાહત અને પુનર્વાસના કાર્ય કરી રહેલા પીડિતો અને સંસ્થાઓને મદદ મળી રહે તે બદલ એક ચોક્કસ રકમ દાન આપી છે. જોકે તેમણે કેટલું ડોનેશન આપ્યું છે તે ગુપ્ત રાખ્યું છે. બન્નેએ આ જાણકારી સોશિયલ એકાઉન્ટ પર આપી છે.
તેમણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે કે, જ્યારે આપણો દેશ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યો છે. તેવામાં આસામ અને બિહારમાં ભીષણ પૂર આવ્યા છે. જેમાં અસંખ્ય પરિવારોને હાનિ પહોંચી છે તેમજ તેમની આજીવિકા પ્રભાવિત થઇ છે. અમે આસામ અને બિહારના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. વિરાટ અને મેં પૂર પીડિતોના લાભાર્થે વિશ્વસનીય સંસ્થાઓને મદદ કરવાનો ફેંસલો કર્યો છે.
તમારે લોકોએ પણ આ રાહતકાર્ય માટે મદદ કરવી જોઇએ. બન્નેએ રેપિડ રિસ્પોન્સ, એકશન એડ અને ગૂંજ જેવી સંસ્થાઓને એક ગુપ્તદાન આપ્યું છે. તેમણે પોતાના અકાઉન્ટ પર આ ઓર્ગેનાઇઝેશનની લિંક પણ શેર કરી છે.