લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ફેબ્રુઆરી 2026 |
2376
નવી દિલ્હી, લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું કહેવું છે કે, તેમણે જ વડાપ્રધાનને સંસદમાં આવવાની મનાઈ કરી હતી. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે કોંગ્રેસના સાંસદો તેમના પર શારીરિક હુમલો કરી શકતા હોત. આ દરમિયાન હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકરે કહ્યું કે, જાે કોઈ ઘટના બની હોત તો લોકશાહીની ગરિમા ખરડાઈ હોત. તેનાથી બચવા માટે મેં પીએમને વિનંતી કરી કે, તેઓ ગૃહમાં જ ન આવે.
આખરે તેમના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવને મંજૂરી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો. આ અંગે વાત કરતા ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ કહ્યું કે, તે વાત સાચી છે કે પીએમ મોદીની સુરક્ષા ખતરામાં હતી. તેથી અમે આભારી છીએ કે લોકસભા સ્પીકરે બુધવારે પીએમ મોદીને સંસદમાં આવતા અટકાવ્યા.જ્યારે આ અંગે પ્રિયંકા ગાંધીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આવી વાતો ખોટી છે. તેમણે કહ્યું કે, જાે ત્રણ મહિલા સાંસદો પીએમ નરેન્દ્ર મોદીની નજીક ઉભી રહે છે, તો તેઓ ખતરો અનુભવે છે. આ કેવા પ્રકારની વાત છે? એટલું જ નહીં, તેમણે મીડિયા કર્મચારીઓને પણ પ્રશ્ન કર્યો કે, તેમણે અમિત શાહ કે મોદીને કેમ પૂછ્યું નહીં કે વિપક્ષના નેતાને શા માટે બોલવા દેવામાં આવ્યા નથી. રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાનો આધાર શું હતો? તેઓ આ વિશે શું કઈ કહેશે? તેમણે કહ્યું કે, શું તમે સરકારને કોઈ પ્રશ્ન પૂછી શકો છો?લોકસભા સ્પીકરએ સંસદના કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કેસ બુધવારે જે બન્યું તે ખૂબ જ અણધાર્યું હતું. તેમણે કહ્યું કે, લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદોનું જે વર્તન હતું, તે લોકસભાના ઇતિહાસમાં કાળા ડાઘ તરીકે નોંધાયું છે. તેમણે કહ્યું કે, જે પ્રકારનું વર્તન થયું તે અણધાર્યું હતું.