અનુ. જાતિ વિકાસ નિગમ યોજનાની જાણકારી આપવા પાલનપુરમાં બેઠક
23, સપ્ટેમ્બર 2020 4950   |  

વડગામ : રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનસૂચિત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર, ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ગાંધીનગર તથા સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને પગભર કરવા માટે વિવિધ પ્રકારની લોન આપવાની યોજનાઓ અમલી છે. જેના અનુસંધાને અનુસૂચિત જાતિની તમામ જ્ઞાતિઓને આ યોજનાનો લાભ મળે તથા લોકો આ યોજનાથી માહિતગાર થાય તેવા હેતુ થી બનાસકાંઠા અનુસૂચિત મોરચા દ્વારા તમામ અનુસૂચિત જાતિ મોરચાના તાલુકા પ્રમુખ અને મંત્રીઓની બેઠક પાલનપુર ખાતે યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રકારની યોજનાઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તથા અ.જા. મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. ‌‌‌

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution