વડોદરા, તા.૧૦

રાજ્ય સરકારે સામી ઉત્તરાયણે ૯ જેટલા સનદી અધિકારીઓની બદલી-બઢતી કરી છે જેમાં વડોદરા કલેકટર આર.બી.બારડની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ઔડાના સીઈઓ એ.બી.ગોરની વડોદરા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. રાજ્યના ૯ જેટલા આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપતો હુકમ સોમવારે રાજ્ય સરકારે કર્યો હતો. લાંબા સમયથી બઢતીની રાહ જાેઈ રહેલા આ અધિકારીઓની બઢતી વાઈબ્રન્ટ સમિટ બાદ થવાનું નક્કી હતું. પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે વાઈબ્રન્ટ સમિટ રદ થતાં હવે રાજ્ય સરકારે ૯ આઈએએસ અધિકારીઓને પ્રમોશન અંગેના હુકમો કર્યા છે.

સ્વભાવે શાંત અને લોપ્રોફાઈલ રહેલા આર.બી.બારડની નિમણૂક ર૯ જૂન, ૨૦૨૧માં જ વડોદરા જિલ્લા કલેકટર તરીકે કરાઈ હતી. એ અગાઉ એ મહિસાગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. માત્ર ૮ મહિનાના સમયગાળા બાદ વડોદરા જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવીને તેઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ચેરમેન તરીકે બઢતી સામે મૂકવામાં આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લા કલેકટર તરીકે અમદાવાદ ઔડાના સીઈઓ એ.બી.ગોરની નિમણૂક કરાઈ છે. તેમના સ્થાને ડી.પી.દેસાઈને ઔડાના સીઈઓ તરીકે મૂકવામાં આવ્યા છે. અન્ય બઢતીઓમાં મુખ્યમંત્રી કાર્યાલયના એમ.ડી.મોરિયા, જેનુ દીવાનને પ્રવાસન વિભગમાંથી સુપ્રિ. ઓફ સ્ટેમ્પ, આલોક પાંડેને ખાણ-ખનિજ વિભાગમાં, રવિ કુમાર અરોરા, ડી.જી.પટેલને સ્ટેમ્પ ડયૂટી બઢતી આપી કમિશનર ઓ-કોપરેશન તરીકે બઢતી આપી છે.