16, સપ્ટેમ્બર 2021
396 |
ગાંધીનગર-
ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી ઉથલપાથલ ચાલી રહી છે, રાજ્યમાં દોઢ વાગે નવા મંત્રીમંડળનાં શપથગ્રહણ છે ત્યારે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સૂચક નિવેદન આપ્યું છે. ઈશારા ઈશારામાં શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ એ જ કલ્યાણ.
શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું છે કે આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારનાં કૌરવો સામે લડવું એજ ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે તો 'અર્જુન' તારે નિઃસંકોચ યુદ્ધ કરવું પડશે. જોકે શંકરસિંહ વાઘેલાએ કોને અર્જુન કહી રહ્યા છે. એ તો હવે આવનારો સમય જ