લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026 |
2376
કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. ૧૧૦ સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ સી -૧૩૦ વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું.
આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને ૬૬ થઈ ગઈ છે. આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટાે લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર ૩ કિલોમીટર દૂર હતું. કાટમાળમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૫૭ સૈનિકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. સી-૧૩૦ હર્ક્યુલસ વિમાન ૧૯૫૦ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. કોલંબિયા ૧૯૬૦ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જાેકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ગંભીર અકસ્માત ગણાવતા કહ્યું કે, જવાનોની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જાે સૈન્ય કે નાગરિક અધિકારીઓ સંસાધનોના આધુનિકી કરણના પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે.