રાજસ્થાન-

બિકાનેરના સૈરૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સેનાના બે અધિકારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. જેઓ પીબીએમ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે.

સૈરૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોધસર ગામ નજીક સૈન્ય અધિકારીનું સફારી વાહન અનિયંત્રિત થઇ તે પલ્ટી મારી ગયું હતું. તે જ સમયે, સફારી કારમાં સવાર કર્નલ મનીષસિંહ ચૌહાણ અને મેજર નીરજ શર્માના મોત નીપજ્યાં હતાં.ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક પીબીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.માહિતી બાદ પોલીસ અને સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સેનાના અધિકારીઓએ સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરી હતી. પોલીસનું કહેવું છે કે, કોઈ પ્રાણીના સામે આવી જવાથી આ અકસ્માત થયો હોવો જોઇએ. જેના કારણે કાર ચાલક સંતુલિત ખોઇ બેઠા હતા. હાલમાં તે તપાસનો વિષય છે.