08, જુન 2025
હાલોલ |
1782 |
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના કરોડો ભક્તો છે જે પૈકીના હજારો લાખો ભક્તો વાર તહેવાર તેમજ વીકેન્ડમાં શનિવાર રવિવારની જાહેર રજાઓમાં તેમજ ઉનાળુ અને દિવાળી વેકેશન દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે પધારે છે જેમાં હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર રવિવારે માઈ ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે પધારી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી જેમાં હવે આગામી તારીખ 9 મી જૂન એટલે કે આવતીકાલે સોમવારથી સમગ્ર રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે અને શાળાઓ નિત્યક્રમ મુજબ ખુલવા જઈ રહી છે ત્યારે આજે ઉનાળુ વેકેશનના છેલ્લા રવિવારે એટલે કે આજે રવિવારે સવારે 6:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખ જેટલા માઇ ભક્તો મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા જેમાં આજે સવારથી જ યાત્રિકોનો ઘસારો પાવાગઢ ખાતે રહેતા પાવાગઢની તળેટી ચાંપાનેર,માચી અને પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ જોવા મળ્યું હતું અને હજારો યાત્રીકોએ મહાકાળી માતાજીનો જયઘોષ કરતા માતાજીના જયકારાથી સમગ્ર પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો જેમાં આજે રવિવારે 1 લાખ જેટલા માઇ ભક્તોએ વહેલી સવારથી જ શિસ્તબદ્ધ રીતે મહાકાળી માતાજીના દર્શનની લાંબી કતારમાં ઊભા રહી વારાફરતી શ્રી મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી અને માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્ય બન્યા હતા જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસર ગરબાની ભારે રમઝટ બોલાવી હતી અને શ્રી મહાકાળી માતાજીના ગરબાની તાલે મન મૂકીને ગરબે ઘુમ્યા હતા જેમાં આજે ઉનાળું વેકેશનના છેલ્લા રવિવારે સવારથી બપોર સુધીમાં 1 લાખ જેટલા યાત્રિકો માતાજીના દર્શન માટે ઉમટી પડતા માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દ્વારા પણ માઇ ભક્તોની આગતા સ્વાગત કરી તેઓનું સ્વાગત કરી તેઓને આરામ અને સહુલત સાથે મહાકાળી માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા જ્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે આજે યાત્રિકોના ઘસારાને પગલે તેઓની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી હતી.