વડોદરા, તા.૯

વડોદરાના મેયરના ફોટાનો ઉપયોગ કરીને ગઠિયાએ બોગસ વોટ્‌સએપ મેસેજ પાલિકાના કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને મોકલી વિવિધ પેમેન્ટ એપ્લિકેશનના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરવા મેસેજ કરતાં પાલિકાના આસિ. મ્યુનિ. કમિશનર જિજ્ઞ્ેાશ ગોહિલે પ૦ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. જાે કે, આ બોગસ હોવાનું જણાતાં તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવા અરજી આપી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ આજે એકાએક પાલિકાના કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓેને મેયરના ફોટા સાથેના વોટ્‌સએપ એકાઉન્ટના માધ્યમથી મેસેજ આવ્યો હતો જેમાં હેલ્લો હાવ આર યુ તેમ લખ્યા બાદ હું અત્યારે મહત્ત્વની મિટિંગમાં છું અને મર્યાદિત ફોનકોલ લઈ શકું છું. ફોન કરી શકું તેમ નથી તેવા મેસેજ સાથે ઓનલાઈન પેમેન્ટના અલગ અલગ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

જાે કે, મેયરના ફોટા સાથે વોટ્‌સએપ પર આવેલ મેસેજ જાેઈને પાલિકાના અધિકારી જીગ્નેશ ગોહિલ પ૦ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. જાે કે, બાદમાં આ બોગસ હોવાનું તેમજ કોઈ સાયબર ક્રાઈમ આચરનાર ગઠિયાએ મેયરના ફોટાનો ઉપયોગ કરીને બોગસ વોટ્‌સએપ એકાઉન્ટ દ્વારા નાણાંની માગણી કરી હોવાની વાત બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો.પાલિકાના કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને પણ આવા જ મેસેજ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તે પૈકી અન્ય કોઈએ આવી કોઈ રકમ ટ્રાન્સફર કરી નહીં હોવાનું જાણવા મળે છે. જાે કે, કોઈ ગઠિયાએ બોગસ વોટ્‌સએપ એકાઉન્ટ દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવીને રૂા.પ૦ હજાર પડાવી લેતાં પાલિકાના અધિકારીએ અજાણ્યા ગઠિયાની સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવા અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ મેયરના ફોટાનો ઉપયોગ કરીને ગઠિયાએ સોશિયલ મીડિયા ઉપર બોગસ એકાઉન્ટ ખોલીને નાણાં ટ્રાન્સફર કરી આચરેલ સાયબર ક્રાઈમની આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

મેયરને ધ્યાને આવતાં ફેક એકાઉન્ટ હોવાની સ્પષ્ટતા કરી

મેયરને આ રીતે તેમનો ફોટાનો ઉપયોગ કરીને કોઈ ગઠિયાએ બોગસ વોટ્‌સએપ એકાઉન્ટ ખોલીને કેટલાક પાસે નાણાંની માગણી કર્યાની વાત ધ્યાને આવતાં મેયરે આ બોગસ એકાઉન્ટ ખોલીને વોટ્‌સએપ પર મેસેજ મોકલવામાં આવ્યો છે અને આવા કોઈ મેસેજ આવે તો ઓટીપી કે નાણાં ટ્રાન્સફર કોઈએ કરવા ન જાેઈએ તેવી તેમણે અપીલ કરી હતી અને આ અંગે પોલીસ વિભાગને પણ તેમણે જાણ કરી હતી.